ખેડુતોની મેહનત ઉપર પાણી ફરશે, વાવાઝોડા સાથે માવઠું ગુજરાતના આ 6 જિલ્લાઓમાં મચાવશે તબાહી, પરેશ ગોસ્વામીએ કરી કમોસમી વરસાદની આગાહી…

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં થતા ફેરફાર અને તાપમાન અંગેની માહિતી આપી છે. તેમણે આવનારા દિવસોમાં છૂટછવાયા વરસાદી ઝાપટાથી લઇને ચોમાસાની વિદાય પછીના પહેલાં માવઠા અંગે પણ આગાહી કરી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ચૂકી છે. આ સાથે જ તાપમાનમાં વધારો થયો છે. લોકો ઉકળાટથી ત્રાસી રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં થતાં ફેરફાર અને તાપમાન અંગેની આગાહી કરવામાં આવી છે. તેમણે આવનારા દિવસોમાં છૂટછવાયા વરસાદી ઝાપટાથી લઇને ચોમાસાની વિદાય પછીના પહેલાં માવઠા અંગે પણ આગાહી કરી છે. તેમણે વાવાઝોડાની થઇ રહેલી વાતો અંગે પણ સ્પષ્ટતા કરી છે. ચાલો, જાણીએ તેમનું અનુમાન.

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લીઇ ચૂક્યું છે, છતાં રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું હજી પણ સક્રિય છે. એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વિદાય લઇ લેશે.

આવનારા સમયમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 9 ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે. અત્યારે રાજ્ય પર ભેજ ચોક્કસ છે. ઊંચા તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા  વરસાદી ઝાપટા પડી શકે છે. કોઇ મોટા વરસાદની સંભાવનાઓ નથી.

ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પહેલા માવઠાની સંભાવના અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 15 ઓક્ટોબર સુધી કોઇ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. કદાચ 15 ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. જે 2025નું ચોમાસું પૂરું થયા પછીનું પહેલું માવઠું હશે. માવઠું થશે તો પણ રાજ્યના તમામ વિસ્તારોમાં નહીં હોય. માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઇ શકે છે.

હાલ તાપમાન વધતાં અને ભેજને કારણે ભારે ઉકળાટ અનુભવાઇ રહી છે. આવામાં તાપમાન અંગે  હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, તાપમાનની વાત કરીએ તો 32 થી લઇ 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. હજુ આવનારા દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જાય તેવી સંભાવનાઓ છે. અરબ સાગરનું તાપમાન પણ વધી રહ્યું છે. સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે.

ચોમાસાની વિદાય થતાંની સાથે જ વાવાઝોડાની ચર્ચાએ જોર પકડ્યું છે. આવામાં હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની ચર્ચાતી વાતો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, વાવાઝોડાની એક પ્રકારની અફવા છે. હજુ કોઇ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા કોઇ પરિબળો સક્રિય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *