હવે નક્કી માર્યા સમજો, આ તારીખે વાવાઝોડું ગુજરાતના આ ભાગોમાં મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી જમીન ફાડી નાખે એવી આગાહી…
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાતાવરણ સૂકું તો કેટલાક વિસ્તારોમાં તડકા છાયાવાળું જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે પરંતુ આગામી સમયમાં એક વેસ્ટન ડીસ્ટર્બન્સના કારણે વરસાદ અને વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેની આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે નવરાત્રીમાં વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. કારણ કે ચોમાસુ પાક હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. આવા સમયે જો વાવાઝોડું કે વરસાદ આવે તો પાક નિષ્ફળ જતો હોય છે.
નવરાત્રીના હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 14 થી 17 ઓક્ટોબરની વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો આ સાથે જ બંગાળની ખાડીમાં મોટા વાવાઝોડા આકાર લેશે તેવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. 16 ઓક્ટોબરથી જ અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં 18 ઓક્ટોબરે એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે, જે 22 ઓક્ટોબરે સુધીમાં ખૂંખાર વાવાઝોડામાં પરિણમશે. આ વાવાઝોડુ ઉત્તરપૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં ગતિ કરશે. જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની ભારે અસર સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, બેક ટુ બેક સિસ્ટમ આવશે, હવે તૈયાર રહેજો. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.