હવે નક્કી મર્યા, શક્તિ વાવાઝોડું 48 કલાકમાં ગુજરાતના આ ભાગને કરશે સાફ, હવામાન વિભાગે કરી રેલો આવે એવી આગાહી…
ગુજરાત પર ફરીથી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. વાવાઝોડું શક્તિ 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે એવી હવામાન ખાતાનું કહેવું છે. 6-7 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ આવી શકે છે. જો કે આ વાવાઝોડું ભારતીય કિનારાઓથી દૂર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારાઓ પર પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે ભારતીય ઉપમહાદ્વીપનું વર્તમાન ચોમાસાની સીઝનનું આ પહેલું વાવાઝોડું છે.
IMD મુજબ લેટેસ્ટ સ્થિતિ
હાલ સ્થિતિ મુજબ આ ચક્રવાત દ્વારકાથી લગભગ 340 કિમી દૂર જોવા મળ્યું હતું. તેના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને 4 ઓક્ટોબરના રોજ 0000 UTC આસપાસ એક ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. ત્યારબાદ 5 ઓક્ટોબરના રોજ તે ઉત્તરી અને નીકટવર્તી મધ્ય અરબ સાગરના મધ્ય ભાગો સુધી પહોંચી જશે. ત્યારબાદ તે 6 ઓક્ટોબર 2025ના રોજ 0000 UTCથી પુર્ન વક્રિત થઈને પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. આ વાવાઝોડું દરિયામાં જ ગંભીર બનીને આગળ વધશે. પરંતુ તેની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે
ગુજરાત પર શું અસર
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે. આગામી 5-7 ઓક્ટોબરના રોજ તે દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરી શકે છે. આ સમય દરમિયાન રાજ્યમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે પવન સાથે વરસાદ અને અન્ય સ્થળો પર સામાન્ય કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
માછીમારોને એલર્ટ
ભારતીય વહામાન વિભાગે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે ચક્રવાત શક્તિને લઈને અલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી 7 ઓક્ટોબર સુધી લાગૂ રહેશે. મુંબઈ, થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગમાં ભારે પવન ફૂંકાવવાનો અને ભારે વરસાદની શક્યતા છે. સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે. આથી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
આઈએમડીએ જણાવ્યું કે વિદર્ભ અને મરાઠાવાડાના કેટલાક ભાગોમાં ભારેથી વધુ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. રાજ્ય સરકારે જિલ્લા પ્રશાસનને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ સક્રિય કરવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની યોજના તૈયાર કરવા, સમુદ્ર મુસાફરીથી બચવાની અપીલના અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તના નિર્દેશ આપ્યા છે.
અરબ સાગરમાં જોખમ
અરબ સાગરમાં સામાન્ય રીતે જોઈએ તો બંગાળની ખાડી કરતા ઓછા વાવાઝોડા આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં તોફાનોની વણઝાર વધી છે. અરબ સાગરમાં તૌકતે (2021), બિપરજોય (2023) જેવા તોફાનો જોવા મળ્યા હતા, પરંતુ બંગાળની ખાડીની સરખામણીમાં અરબ સાગરમાં ઓછા તોફાન આવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે હાલ આ તોફાન કાંઠા વિસ્તારો સુધી પહોંચ્યું નથી પરંતુ તેના સતત પ્રચંડ રૂપ ધારણ કરવાની સંભાવના જોતા સતર્ક રહેવું જરૂરી છે.