નાજુક દિલવાળાને ન કહેતાં, ગુજરાતમાં વરસાદ, વાવાઝોડું અને ચોમાસાની વિદાઇને લઈને હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી ભયાનક આગાહી…

ગુજરાતના અમુક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે. ત્યારે હવામાન વિભાગે ખેડૂતો માટે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ ભીનું રહેવાની સંભાવના છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજી ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજથી એટલે કે, સાતમીથી 13મી ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતનું હવામાન ભેજ વાળું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન અંગેની માહિતી પણ આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 24 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલમાં વરસાદ, વાવાઝોડું અને વિદાય અંગેની માહિતી આપી છે. તેમણે પાંચમી ઓક્ટોબરની રાતે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચમી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં આ ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ જશે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતમીથી નવમી તારીખ સુધીમાં થઈ શકે. આ વરસાદથી ખેતીને મોટી નુકશાની થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *