લખવું હોય તો લખી લેજો, ખુંખાર વાવાઝોડું ગુજરાતના આ દરિયા કિનારે ત્રાટકશે, પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી મહાવિનાશની આગાહી…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે વાવાઝોડા અને વરસાદ અંગે અનેક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની વિદાય અને વાવાઝોડા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલમાં વરસાદ, વાવાઝોડું અને વિદાય અંગેની માહિતી આપી છે. તેમણે પાંચમી ઓક્ટોબરની રાતે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચમી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઇ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધીમાં થઇ શકે. આ વરસાદથી ખેતીકામમાં કાંઇ ખલેલ નહીં પહોંચે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી કોઇ શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઇ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી. જેથી ખેડૂતભાઇઓએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ છે.
આ પહેલાની આગાહીમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે, રાજ્યના લગભગ 60થી 65% વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ છતાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે એક મહિનાની રાહ જોવી પડશે. ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38-39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે, તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટ મોનસુન સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે, જોકે, પોસ્ટ મોનસુન સાયક્લોનની લેન્ડ ફોલિંગની સંભાવનાઓ ઓછી હોય છે, જોકે, કુદરતી પ્રક્રિયામાં કેટલાક અપવાદ બનતા હોય છે.