ખેડૂતોને રાતા પાણીએ રડાવશે, 7થી 10 તારીખમાં ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 100 ટકા પડશે સાંબેલાધાર વરસાદ, અંબાલાલ પટેલે કરી નિહાકો નાંખે એવી આગાહી…
ખેડૂતોને વરસાદ વિઘ્નરૂપ બને તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 થી 12 તારીખમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદની આગાહી છે. અબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરતમાં આજથી વાતાવરણમાં ફરી પલટો જોવા મળી શકે છે.
16 થી 22 તરીખમાં વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અરબ સાગરમાં ભેજના કારણે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા તેમજ સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
ચોમાસુ ગુજરાતના અનેક વિસ્તારમાંથી હાલ વિદાય લઇ રહ્યું છે. જો કે પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના હાલના મોડલ મુજબ 7 થી 8 તારીખની આસપાસ ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા ઓછી રહેલી છે, પરંતુ 7થી 8 તારીખમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે છે.
લક્ષદિપ પર એક સિસ્ટમ બની રહી છે પરંતુ મજૂબત બને તેવી શક્યતા હાલ દેખાતી નથી. આ સિસ્ટમ આગળ વધશે તો ફરી ગુજરાતમાં વરસાદથી શકયતા રહેલી છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસાદની શક્યતા છે.