ગુજરાતીઓ તૈયાર રહેજો, આ તારીખથી વાવાઝોડા સાથે માવઠું ધડબડાટી બોલાવશે, પરેશ ગોસ્વામીએ કરી કમોસમી વરસાદની આગાહી…
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ફરી એકવાર ફરી આગાહી સામે આવી છે. તેમણે 13 થી 18 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે તેવુ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
સાથો સાથ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. તેમજ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની કોઈ શક્યતા નથી તેવી પણ વિગતો તેમણે આપી છે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, વરસાદની સંભાવના છે પરંતુ અત્યારે કોઈ વાવાઝોડાની સંભાવના નથી. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે. ત્યારે આ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ વરસતો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે.