તમને વિશ્વાસ નહિ આવે આ દેશના એક શહેરમાં બર્ગર કરતા પણ ઓછી કિંમતે મળે છે મકાન, લોકો મકાન ખરીદવા કરે છે પડાપડી…જાણો
મોંઘવારીના વધતા પ્રમાણને કારણે સસ્તી વસ્તુ મળવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ લોકોને સસ્તી વસ્તુ વધુ અનુકૂળ આવે છે. વાચક મિત્રો આજે આપણે આ લેખમાં એક એવા દેશ કે જેના એક શહેરમાં પીઝા બર્ગર કરતા પણ સસ્તા ભાવે મકાન મળી રહ્યા છે તેની વાત કરવાના છીએ. જે દેશનું નામ ઇટાલી છે. ઇટાલીના મેન્જા શહેરમાં બર્ગર કરતાં પણ ઓછી કિંમતમાં સસ્તા ભાવે મકાનો મળી રહ્યાં છે. આ મકાનો કોઈ ગામડાં જેવા વિસ્તારમાં નહીં પરંતુ રાજધાની રોમ થી 70 કિલોમીટરના અંતરમાં જ વેચાઈ રહ્યા છે. અહીં મકાનની કિંમત 1 યુરો એટલે કે એક બર્ગર જેટલી થાય છે.
શહેરી ગીચ વસ્તીમાં રહેવા કરતા દૂર શાંત વાતાવરણમાં રહેવું અનુકૂળતા ધરાવતા લોકો માટે આ મકાન ખરીદી કરવા માટે એક સુવર્ણ તક આપવામાં આવી છે. ધ ઇન્ડિપેન્ડન્ટ જે બ્રિટિશ ઓનલાઇન સમાચારપત્ર છે તેના જણાવ્યા મુજબ રાજધાની રોમની નજીક આવેલા લેટિયમ એરિયાના મેન્જા શહેરમાં આ મકાન બનાવીને વેચવાનો પ્રોજેક્ટ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક ઘરની કિંમત 1 યુરો જે ભારતીય રૂપિયામાં 87 થાય છે એટલે કે એક બર્ગર જેટલી કિંમતમાં મેળવી શકીએ છીએ. સસ્તાભાવે મકાન આપવાના પ્રોજેક્ટનું મુખ્ય કાર્ય શહેરી વિસ્તારમાંથી દુર કોઈ શાંત જગ્યાએ નવા શહેરનો વિકાસ કરવાનો છે અને પ્રવાસન પ્રક્રિયાને વેગ આપવાનો છે.
એક રિપોર્ટ મુજબ હાલ કેટલા ઘરો વેચવા માટે તૈયાર થઈ ગયા છે આ મકાનની અરજી કરવા માટેની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ રાખવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે મેયર ક્લાઉડિયો સ્પરડુતીએ જણાવ્યા મુજબ કેટલાક પરિવારોનો આ પ્રોજેક્ટ અંગે કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે.જેમણે મકાનોને વેચવા માટે તેમના જુના ઘરોની ચાવી આપી દીધી છે આવા ઘરોને અમે અમારી વેબસાઇટ પર ખાસ જાહેરાત કરવા માટે રાખ્યા છે જેથી મકાન ખરીદવા માટે લોકોને નમૂના રૂપ ડેમો મળી શકે.
આ મકાનની ખરીદી માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે જે નિયમોનું પાલન જે તે મકાન માલિકને પાલન કરવાનું રહેશે. જે લોકો આ વિસ્તારમાં મકાનની ખરીદી કરે છે તેઓએ તેમના સ્થાનિક સત્તામંડળો મકાન ખરીદીની જાણ કરવાની રહશે કે તેઓ આ મકાન માટે તેની સંપત્તિનો કેવી રીતે ઉપયોગ કરવાના છે. વધુમાં જે લોકો આ મકાન ખરીદવા માંગતા હોય તેઓએ 5000 યુરો એટલે કે ભારતીય રૂપિયમાં 4.3 લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે જે મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થઈ ગયા પછી તેમને પરત કરવામાં આવશે.
એક બીજી પણ શરત છે જે આ મકાન જે ખરીદે છે તેને ત્યાં ફરજિયાત રહેવું એ જરૂરી નથી. વધુ માહિતી મળતી અનુસાર સ્કોટલેન્ડ તેમના ગામડાના ઘરોને વેચવા માટે સૌથી ઓછી કિંમતમાં બાર પડ્યા છે. આ સમય પહેલાં જુલાઈ મહિનામાં સ્કોટલેન્ડ એ તેમના એક સંપૂર્ણ ગામને સસ્તા ભાવે વેચવા માટે હરાજી કરવામાં આવી હતી. રિપોર્ટના જણાવ્યા મુજબ આ ગામડાંની ટોટલ કિંમત 1,73,000 ડોલર જે ભારતીય રૂપિયામાં 1,28,91,700 રૂપિયા થાય છે. આ આખું ગામ 3.31 એકરમાં પથરાયેલું છે. આ ગામની બધું એક ખાસિયત એ પણ છે કે જે લોકો અહીંયા ઘર ખરીદે છે તેમને દરિયાકાંઠા પર આનંદ માણવા અને તળાવમાં રહેલ માછલી પકડવા માટે પરવાનગી આપવામાં આવે છે.