WHOએ કહ્યું આખી દુનિયામાં દર વર્ષે વાયુ પ્રદૂષણથી આટલા લાખ લોકો મોતને ભેટે છે જાણો સમગ્ર અહેવાલ…
વાચક મિત્રો વધતા જતા ઔદ્યોગિક વિસ્તારોના કારણે વાતાવરણમાં વાયુ પ્રદુષણ ખૂબ જ મોટી માત્રામાં વધી રહ્યું છે. દિવસેને દિવસે ટેક્નોલોજીના વિકાસને કારણે જેટલું કામ કરવું સરળ બન્યું છે તેટલું જ વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે અનેક પ્રકારના રોગો સામે આવ્યા છે. આ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે જેના કારણે દમ, અસ્થમા જેવા રોગો સામે આવ્યા છે. વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે વિશ્વ સ્વાસ્થ્ય મંત્રાલય WHO દ્વારા કેહવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયાભરમાં દરેક વર્ષે વાયુ પ્રદુષણના કારણે લગભગ 70 લાખથી પણ વધુ લોકો મૃત્યુને ભેટે છે.
વધતા પ્રદુષણને કારણે ઘણી ઘણી બધી કુદરતી આપત્તિઓ પ્રતિવર્ષે સામે આવતી હોય છે. વાયુ પ્રદુષણના કારણે તેની મોટી અસર જંગલો પર તેમજ જંગલી પ્રાણીઓ પર પડી છે. વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઈડ, ઓઝોન વાયુ, નાઇટ્રસ ઓક્સાઈડ, CFCs વગેરે જેવા ખુબજ ઝેરી અસર વાળા વાયુનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ ઝેરી વાયુઓના કારણે વાતાવરણમાં એસિડનું નિર્માણ થાય છે અને આ એસિડ વરસાદના રૂપમાં જમીન ઉપર પડે છે. જેને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે ઘણા બધા પાકોને નુકસાન થયું છે.
વાયુ પ્રદૂષણને કારણે ઋતુઓના જે ઋતુચક્ર હોય છે તેમાં ખૂબ મોટા ફેરફારો થયા છે. આ વર્ષની જ વાત કરીએ તો ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખૂબ જ ઓછો હતો પરંતુ ચોમાસાના એન્ડીંગમાં વરસાદે મન મૂકીને મહેરબાની કરી છે આનું કારણ વાતાવરણમાં વધતું જતું પ્રદૂષણ હોઈ શકે છે. વાતાવરણમાં વધતું જતું પ્રદૂષણના મુખ્ય કારણોની વાત કરીએ તો વધુ પડતો ઘરગથ્થુ બળતણનો ઉપયોગ, વાહનોના ધુમાડા, એરકન્ડીશન અને રેફ્રિજરેશનનો વધતો જતો ઉપયોગ, ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી વાયુઓ વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે WHO સંસ્થાએ એવું જણાવ્યું છે કે આ વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે લગભગ દર વર્ષે આખી દુનિયામાં 70 લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામે છે.
આખી દુનિયામાં પસાર કરેલ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારમાં 2005 પછી અત્યારે 2021માં WHO સંસ્થાએ એરક્વોલિટી કંટ્રોલમાં મોટાપાયેમાં સુધારો કરવામાં આવ્યો છે. ડબલ્યુ એચ ઓના મતે આખું ભારત એક વર્ષના સમયગાળામાં મોટાભાગનો સમય પ્રદૂષણમાં વિતાવી રહ્યું છે એમ કહી શકાય. ભારતમાં પ્રતિદિન દિવસેને દિવસે વધી રહેલી વસ્તીના કારણે પ્રદૂષણમાં પણ ખૂબ મોટા પાયા પર વધારો થઈ રહ્યો છે. જેના કારણે આવતા દિવસોમાં ખૂબ જ ખરાબ સમય આવશે એવી ચેતવણી ડબલ્યુએચઓ સંસ્થા દ્વારા આપવામાં આવી છે.WHOના કેહવા પ્રમાણે દુનિયાના લગભગ 90 ટકા લોકો પ્રદૂષણ વાળી ઝેરી હવા પોતાના શ્વાસમાં લે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે વાયુ પ્રદૂષણમાં માટેના પ્રમાણમાપ નક્કી કરવામાં આવેલા છે તે પ્રમણમાપમાં લગભગ 17 ગણું વધુ પ્રદૂષણનું પ્રમાણ દિલ્હીમાં જોવા મળ્યું છે.આ પ્રમાણ માપની સાથે દિલ્હી એશિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેરના લિસ્ટ પ્રથમ ક્રમે છે. પહેલાના સમયમાં 24 કલાકમાં 25 માઇક્રોગ્રામ પ્રતિ કયુબિક મીટર માટે પોલ્યુશન કંટ્રોલ 2.5 માપને સૌથી સુરક્ષિત માનવામાં આવતું હતું પરંતુ WHOના હાલના નિવેદન ના આધારે તેમણે જણાવ્યું કે 15 માઈક્રોગ્રામથી વધારે સંદ્રતા સમગ્ર સૃષ્ટિ માટે યોગ્ય નથી તે ખૂબ જ ઘાતક છે.આ માટે PM10 માપક્રમને 50 માઈક્રોગ્રામથી ઓછું કરીને 45 માઈક્રોગ્રામ કર્યું છે.વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા 2005 પછી પ્રથમ વખત વાયુ પ્રદુષણના માપદંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે.