ખેત મજૂરી કરીને પિતાએ દીકરાને ભણાવ્યો, દીકરાએ પણ સખત મહેનત કરીને પહેલા જ પ્રયાસે UPSC પાસ કરીને સૌથી નાની ઉંમરમાં બન્યો IAS અધિકારી…
ઘણા બધા મધ્યમ વર્ગના પરિવારો અને ગરીબ પરિવારો માંથી આવતા દીકરાઓને આગળ વધવા માટે જીવનમાં અનેક મુશ્કેલીઓને પાર કરવી પડતી હોય છે તે તેના જીવનમાં મોટી સિદ્ધિઓ હાસલ કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે અને ત્યારે તેમને સફળતા મળતી હોય છે આપણે આજે એક એવા દીકરા વિશે વાત કરવાની છે કે જેને પોતાની જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરીને સૌથી નાની ઉંમરમાં આઈએએસ ઓફિસર બનીને સમગ્ર દેશ અને વિદેશમાં પોતાના માતા પિતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
મધ્યમ વર્ગનો એક ખેડૂત પરિવારના ઘરે જન્મેલ મુકુંદ કુમાર જેમણે 22 વર્ષની સૌથી નાની ઉંમરે યુપીએસસી એક્ઝામની પરીક્ષા પહેલા જ પ્રયાસે પાસ કરી છે. એવું જાણવા મળ્યું છે કે તેમના પિતા ખેત મજૂરી કરતા હતા અને તેમાંથી જે પૈસા આવતા તેના દ્વારા મુકુંદનું શિક્ષણ પૂરું કરાવ્યું હતું પરંતુ મુકુંદે પણ પોતાની જાત મહેનત કરીને પૈસા વાળાના છોકરા પણના કરી શકે તેવું કામ કરી બતાવ્યું છે.
મુકુંદ કુમાર બિહાર રાજ્યના મધુબની જિલ્લામાં આવેલા બાબુબાર્હી બ્લોકના બરુઆનામાં નિવાસ કરી રહ્યા છે મુકુંદ ના પિતા નું નામ મનોજકુમાર છે અને તેનું માતાનું નામ મમતા દેવી છે મુકુંદ આખા પરિવારનો ફક્ત એક જ દીકરો હતો અને તેને ત્રણ બહેનો પણ છે મુકુંદનો જન્મ એક સાવ ગરીબ મધ્યમ વર્ગના ખેડૂત કુટુંબમાં થયો હતો તેમણે પહેલેથી જ વિચાર્યું હતું કે મારે જીવનમાં આગળ વધવા માટે ગમે તેટલી મહેનત કરવી પડે મેં કરીશ.
મુકુંદ કુમાર તેનું પ્રાથમિક શિક્ષણ બિહારમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ હાઇસ્કુલ અને ઇન્ટરમીડીયેટના અભ્યાસ માટે સૈનિક સ્કૂલ ગોલપરા માંથી પાસ આઉટ થયા હતા ત્યારબાદનો આગળ અભ્યાસ કરવા માટે તેઓ દિલ્હી ગયા અને દિલ્હીમાં તેમણે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું હતું. ગ્રેજ્યુએશનના શરૂના દિવસોમાં જ તેમણે યુપીએસસી જેવી મોટી એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેમણે વર્ષ 2017 ની સંપૂર્ણ તૈયારી કરી અને પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.
ત્રણ વર્ષના સખત મહેનત અને પરિશ્રમનું ફળ તેમને જરૂર મેળવ્યું હતું. મુકુંદ કુમાર એ વર્ષ 2019 માં યુપીએસસી ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી સમગ્ર ભારતમાં તેમનો 54 મો નંબર મેળવ્યો હતો. 22 વર્ષની સૌથી નાની ઉંમરે આઇએએસ અધિકારી બનવાનું શ્રેય મુકુંદ કુમારના નામે જાય છે. એક મધ્યમ વર્ગના દીકરાએ આ મોટી એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરીને તેના માતા પિતા અને પરિવારનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.