પોસ્ટ ઓફિસની આ મોટી સ્કીમમાં 100 રૂપિયાનાં રોકાણથી કરો શરૂઆત, પાંચ વર્ષમાં થઈ જશો માલામાલ….
ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે કે પૈસો પૈસાને બનાવે છે. આ વાત અત્યારે સો ટકા સાચી પડી રહી છે. અત્યારે મોંઘવારીના આ જમાનામાં લોકો એક એક રૂપિયો ભેગો કરીને ઘણા વર્ષે પોતાની મૂડી બનાવતા હોય છે. પરંતુ હાલ પોસ્ટ ઓફિસમાં આ એક મોટી સ્કીમ આવી છે. જેમાં તમે સો રૂપિયાના નાના રોકાણથી તમારી મૂડીની મોટી શરૂઆત કરી શકો છો. આ લેખમાં તેના વિશે વિગતવાર વાત કરીશું.
તમે ફક્ત 100 રૂપિયાના નાના રોકાણથી આ સ્કીમની શરૂઆત કરી શકો છો. પોસ્ટ ઓફિસ તમારા માટે આ ખૂબ જ ખાસ સ્કીમમાં રોકાણ કરવાની તક આપી રહી છે. આ સ્કીમનું નામ પોસ્ટ ઓફિસ રેન્કિંગ ડિપોઝિટ છે. જેમાં તમે ઓછા પૈસાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ રેન્કિંગ ડિપોઝિટ એકાઉન્ટ એ નાના હપ્તાઓ, સારા વ્યાજદર અને સરકારની ગેરંટી વાળી યોજના છે.
આ યોજનામાં તમે ઓછા નાણાંનું પણ રોકાણ કરી શકો છો અને તેની સુરક્ષાની પણ મોટી સગવડો મળે છે અને તેના પ્રમાણમાં સારું વળતર પણ મળી રહે છે. પોસ્ટ ઓફિસે બહાર પાડેલ આ સ્કીમમાં ન્યુનતમ સો રૂપિયા અને વધુમાં 10 ના ગુણાંકમાં કોઈપણ મોટી રકમ જમા કરાવીને રોકાણ કરી શકો છો. મહત્તમ જમા રકમ કરવામાં કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. તમે 10 ના ગુણાંકમાં કોઈપણ મોટી રકમ આ RD ખાતામાં જમા કરાવી શકો છો.
આ સ્કીમ વિશે વિગતવાર વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે રેન્કિંગ ડિપોઝિટ ખાતું ખોલવામાં આવતું હોય છે. આ સ્કીમમાં જમા કરવામાં આવેલ નાણા પર વ્યાજની ગણતરી દર ક્વાટરમાં એટલે કે વાર્ષિક દરે કરવામાં આવે છે. દરેક ક્વાર્ટરના અંતે તમારા ખાતામાં તેનું વ્યાજ જમા કરવામાં આવે છે. આ મોટી સ્કીમમાં હાલ પોસ્ટ ઓફિસ દ્વારા 5.8% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે રેન્કિંગ ડિપોઝિટ ખાતું ખોલવામાં આવતું હોય છે આ ખાતામાં જમા કરવામાં આવેલ નાણા ઉપર દર ત્રણ મહિને તેની વ્યાજની ગણતરી કરવામાં આવે છે અને જે તે ખાતાધારકોના ખાતામાં તે વ્યાજ ડિપોઝિટ કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આ ટૂંકી સ્કીમ ફક્ત પાંચ વર્ષમાં લોકોને માલામાલ કરી દે તેવી છે.