“ભાત” ઊર્જાનું પવાર હાઉસ છે, ભાત ખાધા પછી આળસ અને ઉંઘ શા માટે આવે છે જાણો….
વાચક મિત્રો તમે દરરોજ ભાત તો જમતાં જ હશો અને તમને ભાત ખાધા પછી કામ કરવામાં કે પછી કામ ન કરવામાં આળસ અને ઊંઘ આવતી હશે.ભાત ખાવાથી તમારા શરીરમાં આળસ અને ઉંઘ આવવાનુ કારણ તમે નહિ જાણતા હોય તો વાચકમિત્રો આ કારણ તમને આજે આ લેખમાં અમે તમને જણાવીશું. ભાત લગભગ તમામ લોકોને ગમતાં હોય છે. એવા પણ લોકો છે જેમને પોતાના આહારમાં ભાત વગર ચાલતું જ નથી.
શુ તમે જાણો છો ચોખાને ઊર્જાનુ પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. નહિ જાણતા હોય તો તમે આ લેખ વાંચીને જાણી જશો.વધુમાં તમને જણાવી દઈએ કે આહારવિદોએ ભાત ખાધા પછી ઊંઘ અને આળસ કેમ આવે છે તે માટે વિષેશ નુસખાઓ અને વધુ માહિતી આપી છે કે ભાત ખાધા પછી જો તમને આળસ કે ઊંઘ આવે તો તમારે શું કરવું જોઈએ અને શુ નાં કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ ખુબજ જરૂરી છે. દરેક કાર્બોહાઈડ્રેટ્સ પોતાનો વિષેશ ગુણ ધરાવે છે. અને તે માનવ શરીર માં સમાન રીતે અસર કરે છે. એનું કારણ એમ છે કે ખોરાક તરીકે કાર્બોહાઈડ્રેટ્સ જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે તે ગ્લુકોઝમાં ફેરવાય છે.આ ગ્લુકોઝ આપણા શરીરમાં આવેલ ઇન્સ્યુલીન અંતઃસ્ત્રાવ માટે ખુબજ જરૂરી છે.
ભાત ખાવાથી તેની પાચન ક્રિયામાં ઇન્સ્યુલીનના પ્રમાણમાં થતો વધારે મગજ માં આવેલા ફેટી એસિડ જે ટ્રિપ્ટોસીન અંતઃ સ્ત્રાવ ઉતેજીત થવા માટે યોગ્ય છે. આ ઉતેજીત અંતઃસ્ત્રાવ મેલાટોનિન અને સેરોટોનિનના પ્રમાણ માં વધારો કરે છે. આ બંને ઊંઘ માટેના સ્ત્રાવ હોવાથી ભાત ખાધા પછી તેની પાચન ક્રિયામાં વધુ પડતી આળસ અને ઊંઘ આવે છે.
વધુ પડતાં ભાત ખાવાથી માનવ શરીરમાં નિંદ્રા માટેના અંતઃસ્ત્રાવ વધુ ઉતેજીત થઇ વધુ સ્ત્રાવ કરે છે જેના કારણે તમને કામ કરવામાં આળસ આવે છે અને વધુ પડતી ઊંઘ આવે છે. આળસ અને ઊંઘથી છુટકારો મેળવવા માટે તમારે બોપરનાં આહારના ભાત ખાવાનું ટાળવું જોઈએ. અથવા પ્રમાણ ઓછા ભાત ખાવા જોઇએ.