પુત્ર-પિતાના સંબંધનો ફક્ત 10 સેકન્ડનો આ વિડિઓ જોઈને તમારી આંખ આંસુથી ભરાઈ જશે, લાખો લોકોએ જોઈ લીધો, તમે પણ જુઓ વિડિયો…
પિતા પુત્ર વચ્ચે એક અનોખો સ્વાર્થ વગરનો સંબંધ હોય છે આ સંબંધ ખૂબ જ ખાસ અને કીમતી હોય છે. એક પિતા હંમેશાં પોતાના પુત્રને સુખી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. અને તેને જીવનમાં ખૂબ જ આગળ વધવા માટે ઘણા પ્રોત્સાહન આપતા હોય છે. દરેક પિતાનું એક સપનું હોય છે કે તે પોતાના પુત્રને હંમેશા ખુશ જોવા માંગતા હોય છે. આજના જમાનામાં આ પવિત્ર સંબંધ હવે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.
આ સંબંધમાં બંનેમાંથી કોઈ એક જ્યારે બીમાર હોય છે ત્યારે તેમની વચ્ચેનો પ્રેમ વધુ ઉભરાય આવતો હોય છે તાજેતરમાં જ પિતા અને પુત્ર વચ્ચેનો આ પવિત્ર સંબંધના પ્રેમનો એક સમજવા જેવો વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ વિડીયો વાસ્તવમાં એવો કંઈક છે કે એક પુત્ર હોસ્પિટલમાં પોતાના પલંગ પર પડેલ પિતા પર પ્રેમ વરસાવી રહ્યો હોય છે. આને જોઈને કોઈપણ કઠોર વ્યક્તિ ભાવુક થઈ જાય છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં એક વ્યક્તિ હોસ્પિટલ પલંગ પર જીવન મરણની વચ્ચે લડી રહ્યો છે. ત્યારે તેનો પુત્ર માસ્ક પહેરીને તેનો હાથ પકડીને તેના પર બાંધેલી પટ્ટી પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો છે અને ત્યારબાદ આ નાનો બાળક પોતાના પિતાના હાથ પર પ્રેમથી ચુંબન કરે છે અને પિતાના હાથને ફરીથી પકડીને પ્રેમ કરવા લાગે છે આ દ્રશ્ય જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
આ બાળક અને તેના પિતાનો હોસ્પિટલ વાળો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો ટ્વીટર પર @Gulzar_sahab એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો આ વિડીયો માત્ર 12 સેકન્ડનો છે જેને અત્યાર સુધીમાં કરોડો લોકોએ જોઈ લીધો છે અને કરોડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે આ વિડીયો પર યુઝર્સ એ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. જુઓ આ વિડીયો..