પતિના મૃત્યુ બાદ વિધવા મહિલા એવું કામ કરતી હતી કે જાણીને તમે પણ રડી પડશો, તેના આંસુ લૂછવા માટે ખજૂરભાઈ પહોંચ્યા જાણો શું કર્યું પછી…

નિતીન જાની ઉર્ફ ખજૂર ભાઈ આજે સમગ્ર ગુજરાત નહિ પરંતુ દેશ-વિદેશમાં જાણીતા બન્યા છે તેમણે પોતાની સફર એક કોમેડીમેન થી શરૂ કરી હતી તેમણે સૌપ્રથમ youtube માં ચેનલ બનાવીને એક કોમેડી યુટ્યુબર તરીકે ફેમસ થયા હતા પરંતુ ત્યારબાદ વાવાઝોડા ના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થયેલ નુકશાનમાં ઘણા બધા જરૂર મંદ માણસોને ઘરે રહેવા માટે ઘર અનાજ અને પાણીની વ્યવસ્થા કરી આપી હતી. આ બધી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ખજૂર ભાઈએ પોતાના ખિસ્સામાંથી ઘણા બધા રૂપિયા વાપર્યા છે.

ઘણા ગરીબો અને જરૂરીયાત મંદ માણસોની મદદ કરી હોવાના કારણે આજે ખજૂર ભાઈ ગુજરાતના જાણીતા એવા મદદગાર બની ગયા છે. ખજૂર ભાઈ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા ઘરો બનાવ્યા છે અને અનેક ગરીબ અને એકલા રહેતા લોકો માટે પોતે એક સાથી બન્યા છે. તાજેતરમાં જ ખજૂર ભાઈ કેશોદ વિસ્તારમાં રહેતા હંસાબેનની પરિસ્થિતિ જાણતા તેમને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

હંસાબેનના પતિનું થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેનું જીવન એકલાપણું અને અનેક મુશ્કેલી ભર્યું પસાર થઈ રહ્યું હતું. હંસાબેન પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણા બધા સંઘર્ષો કરી રહ્યા હતા. આ દુઃખી હંસાબેનને ભગવાને બે દીકરા અને એક દીકરી આપી છે. આ ત્રણે બાળકોનું ભવિષ્ય સારું બનાવવા માટે હંસાબેન રાત દિવસ કંપનીમાં જોબ કરતા હતા ત્યારે બીજા લોકો તેના પર વિધવા અને બીજા કેટલાક આક્ષેપો લગાવતા હતા. તેના પર લોકો હસતા હતા.

તેના પતિનું મૃત્યુ છ વર્ષ પહેલા વધારે પડતો દારૂ પીવાના કારણે ટીબી થતા થયું હતું. તેના સગાવાલા પણ તેના પર કોઈ ધ્યાન આપી રહ્યા હતા નહીં. આ દુઃખી હંસાબેન ખજૂર ભાઈની બે વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. ખજૂર ભાઈ અને આ તમામ વાતની જાણ થતા તેઓ તાત્કાલિક ધોરણે હંસાબેન ને મળવા પહોંચ્યા હતા ત્યારે હંસાબેન ખજૂર ભાઈ ને ગળે વળગીને કહેવા લાગ્યા મારો ભાઈ આવ્યો મારો વીરો આવ્યો અને ગળે વળગીને ખૂબ જ રડવા લાગ્યા હતા.

ખજૂર ભાઈ મળવા આવતા હંસાબેન ખૂબ જ ખુશ થયા હતા. ખજૂર ભાઈ આ તમામ જાણકારી મેળવ્યા બાદ તેનાથી બનતી તમામ પ્રકારની મદદ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. હંસાબેનને પોતાના બાળકોને સારામાં સારુ શિક્ષણ મળે અને તેઓ ખૂબ જ આગળ વધે તેવી ઈચ્છા હતી હંસાબેને તેના બે બાળકોને અનાથાશ્રમમાં મૂક્યા હતા. ખજૂર ભાઈઆ તમામ વસ્તુઓ ઠીક કરીને માનવતા મહેકાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *