પેટને લગતી તમામ સમસ્યાઓને દૂર કરવા માટે પાણીમાં આ એક વસ્તુ ઉમેરીને પીવો, 5 જ મિનિટમાં થશે રાહત..
આજના જમાનામાં લોકો ઘર કરતાં બહારનું ચટપટું ખાવાનું વધારે પડતું પસંદ કરતા હોય છે. જેને કારણે પેટ અને પાચનતંત્ર ને લગતી અનેક નવી નવી બીમારીઓ આવતી હોય છે બહારનું વધુ પડતું ચટપટું ખાવા તેલવાળું ખાણું ખાવાં ને કારણે પેટ ને લગતી સમસ્યાઓમાં ભારે વધારો જોવા મળ્યો છે પેટની કેટલી બીમારીઓ જેવી કે કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો વગેરે ખૂબ જ વધી ગયા છે.
પેટને લગતી અમુક એવી તકલીફો કેટલાક માણસોને મોટી બીમારીનું આમંત્રણ આપે છે અને ડોક્ટર પાસે જવું પડતું હોય છે જેના કારણે ઘણા બધા પૈસા ખર્ચાઈ જાય છે હકીકતમાં કબજિયાત કે ગેસ પેટમાં ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે ખોરાક નું યોગ્ય પાચન થયું ન હોય શરીરમાં કબજિયાતનું યોગ્ય નિવારણ કરીએ તો શરીરમાં બીજા રોગો થતા નથી જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય ત્યારે પણ કબજિયાત થતો હોય છે.
વધારે પડતું તળેલું તેલવાળું ચટાકેદાર અને તીખું ખાવાથી લોકોને કબજિયાત નો મોટો પ્રોબ્લેમ ઉત્પન્ન થતો હોય છે જો તમારે હંમેશા કબજિયાતને કોઈપણ વિલાતી દવા વગર દૂર કરવી હોય તો આ એક ઉપાય કરી શકો છો. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી ઘી નાખીને રોજ પીવાથી કાયમ માટે કબજિયાત ની સમસ્યા દૂર થઈ જાય છે.
દરરોજ ગરમ પાણીમાં આ એક વસ્તુ નાખીને તેનું સેવન કરવાથી કબજિયાત અને ગેસ અને બીજી કેટલીક પેટને લગતી સમસ્યાઓનું કાયમી માટે નિરાકરણ લાવી શકાય છે કારણ કે ઘી આપણા શરીરમાં લુબ્રિકેશનનું કામ કરે છે આંતરડામાં રહેલ અપાચિત ખોરાક ને સરળતાથી બહાર ધકેલી શકે છે જેને કારણે કબજિયાત મટે છે અને ગેસ જેવી બીમારીથી છુટકારો મળી શકે છે ઘી ની અંદર બેઈટ્રિક એસિડ પણ હોય છે જે આપણા શરીરમાં પાચનને વધારે પડતું ઝડપી બનાવે છે.