અદાણીગ્રૂપની આ કંપનીના શેરમાં 9 મહિનામાં રોકાણકારોના 1 લાખના થયાં 25 લાખ, ખરીદવા માટે છે યોગ્ય સમય…
ભારતીય શેર માર્કેટમાં વર્ષ 2021ના અંતમાં માર્કેટમાં ખૂબ જ કડાકો જોવા મળ્યો હતો પરંતુ વર્ષ 2022 ની શરૂઆત થતાની સાથે જ ભારતીય શેર માર્કેટમાં ખૂબ જ વધુ પ્રમાણમાં તેજી જોવા મળી છે જેના કારણે રોકાણકારોના રોકાણમાં રાતોરાતમાં વધારો થયો છે. રશિયા યુક્રેન યોદ્ધમાં ભારતીય શેર માર્કેટમાં ખૂબ જ ઊથલપાથલ જોવા મળી હતી. માર્કેટના જાણકારોએ દિવાળી ઉપર શેર માર્કેટમાં વધુ પ્રમાણમાં તેજી આવશે એવા સંકેતો આપ્યા છે. તેના નિવેદન અનુસાર આવતા દિવસોમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં ભારે તેજીનો માહોલ જોવા મળશે.
શુક્રવારે દિવસની શરૂઆત થતાની સાથે જ માર્કેટ પ્રોફિટ સાથે ખુલ્યું હતું. થોડા કલાકોમાં જ માર્કેટ ખૂબ જ તેજી પકડી હતી અને સેન્સેક્સ આશરે 684.64 પોઈન્ટના જંગી વધારા સાથે 57,919.97 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ટૂંક સમયમાં જ સેન્સેક્સમાં 600 અંકનો બહુમળી વધારો જોવા મળ્યો હતો. વધુમાં તમને જણાવી દઈએ કે બેન્ક નિફ્ટીમાં 1.01 ટકાનો થોડાક જ કલાકોમાં વધારો જોવા મળ્યો હતો. જેના કારણે નિફ્ટી 17,185.70 પોઈન્ટની આજુબાજુ ઉપર ટ્રેડિંગ સેશનમાં લિસ્ટીંગ થઈ રહ્યું હતું.
અદાણી ગ્રૂપની કંપની વધુ એક કંપનીનો IPO 2022માં 27 જાન્યુઆરીએ ઓપન થયો હતો અને 31 જાન્યુઆરીના બંધ કરવામાં આવ્યો હતો. આ IPOની પર શેરની કિંમત રૂ.218-230 વચ્ચે રાખી હતી. પરંતુ તે 17 ગણી વધારે કિંમતથી લિસ્ટ થયો હતો. તેની લિસ્ટેડ પ્રાઈઝ 268.25 હતી જેના કારણે રોકાણ કરવાવાળાને ખૂબ જ ફાયદો થયો હતો.અને તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ કંપની થઈને અદાણી ગ્રૂપની ટોટલ 7 કંપનીઓ થઈ ગઈ છે. આ લિસ્ટ થયેલ કંપનીનુ નામ અદાણી વિલ્મર રાખવામાં આવ્યું છે.
આ કંપની ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુનનુ મોટા પાયા ઉપર ઉત્પાદન કરે છે. આ કંપનીના શેર માર્કેટમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં તેમાં ખૂબ જ તેજી જોવા મળેલ છે. આજે તો અદાણી વિલ્મરનો ભાવ 654 રૂપિયા ચાલી રહ્યો છે. આ વધારાની સાથે જ આ શેરમાં રોકાણ કરતાં લોકો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય શેર બજારની સાથે સાથે US ની માર્કેટમાં પણ ખુબજ તેજી જોવા મળી રહી છે. જેમાં IA 1.06 ટકા જેટલો વધારો આવ્યો હતો. ભારતીય શેરબજારની સાથેસાથે એશિયન શેરબજારોમાં પણ તેજીનો માહોલ હાલના સમયમાં જોવા મળી રહ્યો છે.
અદાણી વિલ્મરના શેરની કિંમતમાં વધવાનો ગ્રાફ ખુબજ લંબાવી દીધો છે.વહેલી સવારથી જ તેમાં પહેલા 12 ટકાનો વધારો થયો હતો પરંતુ ગણતરીના કલાકોમાં આ વધારો 20 ટકા એ પહોંચ્યો છે. જેની સાથે શેરમાં upper સર્કિટ લાગી છે.આ ભાવે આજે તેની પોસ્ટ-લિસ્ટિંગ રેલીને લંબાવી છે. શેરબજારના નિષ્ણાતોના મતે, શેરની કિંમત વાજબી છે અને નવા લિસ્ટેડ એફએમસીજી સ્ટોકમાં આટલો ઉછાળો આવ્યા પછી આ શેરમાં રોકાણ કરવું ખુબજ ફાયદા કારક માનવામાં આવી રહ્યું છે.