કપાળ ઉપર લખી લેજો, આ વર્ષે નવરાત્રિમાં વરસાદ બોલાવશે ભુક્કા, અંબાલાલ પટેલે કરી આગોતરી આગાહી, તૈયાર પાકને થશે નુકસાન, ખેડૂતો ખાસ વાંચે….
છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચોમાસામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત અનુસાર આ વર્ષે ચોમાસાની પેટનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગોતરું એંધાણ દર્શાવ્યું છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન ચોમાસા જેવો ભારે વરસાદ પડી શકે છે. જેને કારણે ખેડૂતોને તૈયાર પાકમાં ભારે નુકસાની જોવા મળશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
ગુજરાતમાં આ વર્ષે જુલાઈ મહિનામાં વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઇ છે. ચોમાસાના શરૂઆતથી જ પડી રહેલ સતત વરસાદને કારણે ખેડૂતો પણ હવે પરેશાન છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા છેક નવરાત્રી સુધીની આગાહી વક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ ચોમાસા જેવો ઘાતક વરસાદ પડી શકે છે. જેને કારણે તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાની જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200થી વધારે તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે.
હજુ આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 થી 17 ઓગસ્ટની વચ્ચે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે અનરાધાર વરસાદની મોટી સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસાના શરૂઆતમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. પરંતુ અંતિમ તબક્કામાં વરસાદ થોડો ખેંચાઈ શકે છે.
અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં વાવાઝોડા સાથે તીવ્ર જળબંબાકાર કરે તેવા વરસાદને લઈને પણ આગોતરી આગાહી વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે ડેમો અને જળાશયોમાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થઈ શકે છે. જેને કારણે દિવાળી પછી થતા ખરીફ પાકને પાણીની અછત વર્તાશે નહીં. ખેડૂતો માટે આ એક સારા સમાચાર ગણી શકાય છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસુ લાંબુ ખેંચાઈ શકે છે. જેને કારણે નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન મગફળી અને બીજા ઘણા પાકો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતાં હોય છે પરંતુ જો નવરાત્રી દરમિયાન વરસાદ થાય તો આ તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાની થતી હોય છે. આ વર્ષે પણ અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવ્યા છે. તેમણે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન વરસાદને કારણે તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાની થઈ શકે છે.