દીવાલ ઉપર પાકા કલરથી લખી લેજો, 26થી 30 તારીખમાં ગુજરાતના આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર, હવામાન વિભાગની શ્વાસ થંભી જાય એવી આગાહી…
સમગ્ર ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને આ લેખમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી છે. તેના વિશે વાત કરીશું.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજા કહેર બનીને વર્તાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ખાસ કરીને આ અઠવાડિયાના અંતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ તીવ્ર રહી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટી પણ સક્રિય થશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ભારે સક્રિય થયા છે. જેને કારણે એક પછી એક સિસ્ટમો આવી રહી છે. જેથી 26 અને 28 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 26 જુલાઈ અને 30 જુલાઈએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, દ્વારકા, બોટાદ, પાટણમાં, ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુમાં તમને જણાવી દઈએ કે આગામી ત્રણ દિવસ સુધી મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે. આગામી બે દિવસ ભાવનગર અમરેલી, વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા વરસાદના આંકડા વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનમાં ગુજરાતમાં 65 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.