દિવાલ ઉપર લખી લેજો, છેક ડિસેમ્બર મહિના સુધી ગુજરાતમાં વાવાઝોડાં તબાહી મચાવશે, અંબાલાલ પટેલે તારીખો સાથે કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…
દેશમાં એક તરફ ચોમાસાની વિદાયને લઈને વાતો ચાલી રહી છે. ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની થઈ છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં છેક ડિસેમ્બર મહિના સુધી વાવાઝોડા સક્રિય થવાની ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીથી ચારે કોર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાહિની વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 10 ઓક્ટોબર પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તીવ્ર રીતે સક્રિય બની શકે છે. ચીનના ઉપરી ભાગમાં એક ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે. આ વાવાઝોડું 10 થી 12 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં આવશે અને મોટી હલચલ મચાવી શકે છે. જેને કારણે અરબી સમુદ્રમાં પણ 10 થી 12 ઓક્ટોબરની વચ્ચે ચક્રવાતી વાવાઝોડા સક્રિય થવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ વાવાઝોડાની અસરના ભાગરૂપે 17 થી 19 ઓક્ટોબરની વચ્ચે વાદળછાયુ વાતાવરણ અને 150 થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે ભારે વરસાદ પડવાનું પણ અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ વાવાઝોડા બાદ ઓક્ટોબર મહિનાની 26 27 તારીખે પણ એક લો પ્રેશર ચક્રવાતી સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ નવેમ્બર મહિનાની 19 થી 20 તારીખમાં પણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા ઉત્પન્ન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં પણ 5 થી 7 ડિસેમ્બરે એક ઘાતક વાવાઝોડું ઉત્પન્ન થવાની આગાહી આપવામાં આવી છે.
ટૂંકમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિના સુધી વાવાઝોડા આવવાની આગાહી આપવામાં આવી છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોમાં અને સામાન્ય જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે કંઈક વિશિષ્ટ પ્રકારના યોગ જોવા મળી રહ્યા છે. જેને કારણે એક પછી એક વાવાઝોડા આવવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી સાચી માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે.