ઘરના બારણે લખી લેજો, ગુજરાતમાં આ ભાગોમાં 100 ટકા આભ ફાટશે, અંબાલાલ પટેલે કરી અત્યંત ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર ન નીકળતાં…
ગત રોજ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ફરી મેઘ રાજાની પધરામણી થવા પામી છે. ગત રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ કંઈક અંશે ઠંડકનો અનુભવ કર્યો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા. 23 થી 26 ઓગસ્ટ દરમ્યાન ભારે વરસાદની શક્યતાઓ છે. બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણનાં કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે. જે મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી ગુજરાતનાં ઉત્તર ભાગમાં વરસાદી માહોલ છવાશે.
અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર રાજ્યનાં ઉત્તર ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યનાં અનેક તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચન કર્યું છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તા. 26 ઓગસ્ટ સિસ્ટમ સક્રિય થશે. જેથી સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. ગણેશ ચતુર્થીનાં દિવસે પણ રાજ્યનાં અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ છે.
તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત કર્યા છે કે વરસાદની હાલની પરિસ્થિતિને કારણે પાકમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમજ બાગાયતી પાકમાં જીવાતનાં ઈંડા પડી શકે છે.