500ના સ્ટેમ્પ ઉપર લખી લેજો, ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદના રાઉન્ડની પરેશ ગોસ્વામીએ કરી જમીન ધોઈ નાખે એવી આગાહી…
ગુજરાતના ખેડૂતો સાર્વત્રિક અને સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. ગુજરાતમાં અનેક જગ્યાએ છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. જેથી વાવણી લાયક વરસાદ પણ નોંધાયો છે. તેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી રહી છે. જો કે, ઘણી જગ્યાઓ પર હજી પણ વિધિવત વરસાદ ન થતા ખેડૂતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વાવણી લાયક વરસાદને લઈ મહત્વની આગાહી કરી હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, આવનારા સમયમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે. અત્યાર સુધી છુટો છવાયો વરસાદ નોંધાયા છે અને હજુ પણ નોંધાશે. આ વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળશે. વરસાદની તીવ્રતામાં આજથી વધારો જોવા મળશે. નૈઋત્યનું ચોમાસુ વલસાડથી વાપી સુધી આવી અને નિષ્ક્રિય જોવા મળ્યું છે. આજે સક્રિય થાય તેવી શક્યતાઓ જોવા મળી છે. જેમાં 21થી 25 જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક અને સારા વરસાદના પહેલા રાઉન્ડની શક્યતાઓ જોવા મળી રહી છે.
મહત્વની વાત છે કે, જૂન મહિનાની પુર્ણાહુતિ થાય તે પહેલા સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થશે અને વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળશે. 25 જૂન સુધીમાં 50%થી વધુ વિસ્તારોમાં વરસાદનો લાભ જોવા મળશે. જૂન મહિના સુધીમાં દરેક જગ્યાએ જો વાવણી થઈ જશે તો તે વાવણી મોડી નથી સમયે જ છે તેવું પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ સારો એવો વરસાદ નોંધાશે. 21 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતના 50%થી વધુ વિસ્તારોમાં વરસાદ નોંધાશે અને ખેડૂતો સારી રીતે વાવણી પણ કરી શકશે. આમ, ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને આ આગાહી સાંભળી હાંશકરો થયો છે.આગમી સમયમાં આગાહિકાર પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સારો એવો વરસાદ આવશે અને વાવણી જેમને નથી થઈ તેવા ખેડૂતો વાવણી કરી શકશે તે પણ નક્કી છે.