સોનાના બિસ્કીટ પર લખી લેજો, ઓગસ્ટ મહિનામાં આ જિલ્લાઓમાં વરસાદ છોંતરા કાઢશે, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ એકસાથે કરી પાટિયા પાડે એવી આગાહી…
- સમગ્ર રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ દરિયામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યુ છે કે, ગુજરાત પર જે સાયક્લોનિક સર્ક્યુલેશ હતુ હવે તે પસાર થઇ ગયુ છે. હવે રાજ્ય પર માત્ર તેના આઉટર ક્લાઉડ જોવા મળશે. 2 દિવસ છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે.
સાથે તેમણે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યુ કે, વરાપના સમયમાં ખેતીલાયક કામ કરી લેવા જોઇએ. કારણ કે, ઓગસ્ટ મહિનામાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જોકે, હાલ બેથી ત્રણ દિવસ વરાપનો માહોલ રહી શકે છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે, 1મી ઓગસ્ટે એક સિસ્ટમ બનશે જે ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે. જે બાદ પાંચમી ઓગસ્ટના રોજ અન્ય એક સિસ્ટમ બનશે.
જે સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાથી મધ્યપ્રદેશ થઇને ગુજરાત તરફ આવશે. આ સિસ્ટમ મજબૂત થશે. પાંચથી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે. આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે.
ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા છે. 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધશે. ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે.