ડંકાની ચોટ પર લખી લેજો, ગુજરાતમાં આ તારીખે ખતરનાક વાવાઝોડાની થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની રુંવાડા ઊભાં કરે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ચોખ્ખું તડકા છાયા વાળું તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાંથી હવે ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હજુ આગામી દિવસોમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ આકાશી આફત આવવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 7 ઓક્ટોબર પછી ચીનના દક્ષિણ ભાગમાં સક્રિય થયેલ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે જેને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી શકે છે.
બંગાળ અને અરબી સમુદ્રમાં ખલબલાવી નાખે તેવા વાવાઝોડા સક્રિય થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 11 થી 14 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થશે. આ વાવાઝોડાના ભાગરૂપે ત્રીજા થી સાતમા નોરતા દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં એક સાથે ત્રણ આકાશી તોફાન આવવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એક પછી એક આ મહિનામાં ત્રણ ઘાતક વાવાઝોડા, તોફાની પવન, અને વરસાદી મહોલ સક્રિય થવાની સંભાવના આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ત્રીજું ચક્રવાત સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં એક પછી એક ખૂંખાર વાવાઝોડા નિર્માણ પામશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.