ખિસ્સા ડાયરીમાં લખી લેજો, ગુજરાતના આ જિલ્લામાંથી ચોમસું સૌથી પહેલા લેશે વિદાઈ, પરેશ ગોસ્વામીએ કરી ગરમા ગરમ આગાહી…

હાલ ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ સહિત કેટલાક મોટા શહેરોમાં બફારો થવા લાગ્યો છે. આવામાં લોકોને લાગી રહ્યું છે કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. લોકોમાં ગભરાટ ફેલાયો છે કે, શું હવે વરસાદ નહિ આવે. ત્યારે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે. હજુ વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે.

તેમણે કહ્યું કે, હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો 32 થી 34 ડિગ્રી પહોંચી ગયો છે. લોકોને ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારના તાપમાન સાથે ગરમીની શરૂઆત થતી હોય છે. પરંતું હજી 8 થી10 દિવસ આવું ચાલશે. હાલ દસ દિવસ ગરમીમાંથી કોઈ મુક્તિ નહિ મળે. 15 સપ્ટેમ્બર બાદ ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. આ દિવસથી પવનની ગતિ વાતાવરણમાં અનુભવાશે.  

તેમણે ચોમાસા પર લાગેલા બ્રેક વિશે જણાવ્યું કે, હાલ દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. વાતાવરણમાં ગરમી, ઉકળાટ અને તાપમાન યથાવત્ રહેશે. એમ કહો કે, હાલ ચોમાસાએ બ્રેક લીધો છે. જેથી તાપમાન પણ બે-ત્રણ ડિગ્રી ઊંચું આવી ગયું છે. એટલે હમણાં વરસાદની કોઈ શક્યતા નથી.

ચોમાસા પર લાગેલા બ્રેક વિશે પરેશ ગોસ્વામીએ કારણ આપતા કહ્યું કે, હાલ પાકિસ્તાન, રાજસ્થાન અને કચ્છના ભાગો પર એન્ટી સાયક્લોન જેવી સ્થિતિ છે. જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી જોઈએ, તે ગુજરાત સુધી પહોંચી શકતી નથી. તે મધ્યપ્રદેશ સુધી આવે અને એન્ટી સાયક્લોનને કારણે મધ્યપ્રદેશ થઈ ઉત્તર ભારત તરફ પસાર થઈ જાય છે. એટલે ગુજરાત તરફ આવી શકતી નથી. 18-19 તારીખ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. સપ્ટેમ્બર મહિનાની 21થી 30 તારીખમાં વરસાદની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *