ખિસ્સાં ડાયરીમાં લખી લેજો, ગુજરાતના આ ભાગોમાં પડશે છોંતરા કાઢે એવો ભારે વરસાદ, પરેશ ગોસ્વામીની નવી આગાહી…
ગુજરાતમાં 11મીથી ચોમાસું બેસી ગયું છે. પરંતુ રાજ્યમાં હજી જોઇએ તેવો વરસાદ પડી નથી રહ્યો. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજથી ગુજરાતમાં ચોમાસું વધારે સક્રિય થવાની આગાહી દર્શાવી છે. આ સાથે તેમણે આજના વરસાદ અંગેની આગાહી પણ કરી છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 23 અને 24મીએ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આહવા, બિલીમોરા, આહવા, છોટાઉદેપુરમાં વરસાદી ગતિવિધિ તેજ થઇ જશે અને અહીં સારા વરસાદ નોંધાય તેવી શક્યતા દેખાઇ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢના અમુક ભાગ તથા રાજકોટની આસપાસના ગોંડલ આસપાસના અમુક ભાગ એવા હશે કે જ્યાં આવતીકાલે વરસાદની શક્યતા રહેલી છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આજે પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ થશે પરંતુ અહીં વરસાદની તીવ્રતા ઓછી હશે. અમદાવાદ અને કપડવંજના વિસ્તારો અને વડોદરાની આસપાસના વિસ્તારો અને લુણાવાડા અને ગોધરાની આસપાસ પણ વાવણીલાયક વરસાદ થઇ શકે છે. પાલનપુર અને હિંમતનગરની વચ્ચેના ગામડાંઓમાં પણ વરસાદની શક્યતાઓ છે.
તો બીજીબાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.