તાંબાના પત્રમાં લખી લેજો, ઓગસ્ટમાં ચોમાસું મોટી નવાજૂની કરશે, અંબાલાલની એક પછી એક સિસ્ટમ ત્રાટકવાની નવી આગાહી, જાણો…
સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વાત કરીએ તો અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિ ભયંકર વરસાદને કારણે મોટી માત્રામાં નુકસાની થઈ છે. ત્યારે હવે પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડયું છે. જેને કારણે લોકો અને ખેડૂતોમાં હાશકારો અનુભવ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંત અને અંબાલાલ પટેલ દ્વારા ભર ચોમાસે ઓગસ્ટ મહિનામાં કંઈક નવાજૂની થવાની મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એક પછી એક ઘાતક સિસ્ટમો ત્રાટકી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં વરસાદની તીવ્રતા થોડી ઘટી છે. પરંતુ ઓગેસ્ટ મહિનાની 15 થી 17 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં એક ખૂબ જ ખતરનાક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ભર ચોમાસાની વચ્ચે ઓગસ્ટ મહિનામાં કંઈક મોટી નવાજૂની થશે. જુલાઈ મહિનામાં જે રીતે આભ ફાડી નાખે તેવો વરસાદ પડ્યો હતો. તેવો જ ઓગસ્ટ મહિનામાં જળબંબાકાર કરે એવો વરસાદ ખાબકશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મઘા નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે. મઘા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ ખરીફ પાકો માટે સારો ગણાય છે. પરંતુ જો વરસાદની માત્રા વધી જાય તો સંપૂર્ણપણે પાક નષ્ટ પણ કરી શકે છે. જુલાઈ મહિનામાં જે રીતે જૂનાગઢ અને નવસારીના વિસ્તારોમાં નુકશાન થયું તેના કરતાં પણ વધારે ઓગસ્ટ મહિનાની મધ્યમાં કંઈક મોટું થશે.
15 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આ સિસ્ટમને કારણે સૌથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે અનરાધાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ ખાબકશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલા બીપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં ચોમાસાની પેટનને બદલી નાખી છે. ચોમાસાની શરૂઆતથી જ અંબાલાલ પટેલે આ વર્ષે કંઇક નવાજૂની થવાની આગાહી આપી હતી. ત્યારે હવે સમય આવી ગયો છે. ઓગસ્ટ મહિનાના મધ્યમાં ભર ચોમાસે પુર, અતિવૃષ્ટિ, લીલો દુકાળ અને જળબંબાકાર જેવી પરિસ્થિતિનો સામનો ગુજરાતને કરવો પડશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.