5000ના સ્ટેમ્પમાં લખી લેજો, સૌરાષ્ટ્રમાં આ તારીખે શરૂ થશે વરસાદનો ખતરનાક છઠ્ઠો રાઉન્ડ, અંબાલાલ પટેલની ધોતિયા ઢીલા કરે એવી આગાહી…
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. 21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અમૂક તાલુકાઓમાં આજે પણ વરસાદી ઝાંપટા પડી શકે છે. ગઇકાલથી એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 97 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં ખાબક્ય છે, ડાંગમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલા વરસાદના આંકડા અહીં બતાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં તારીખ 26, 27, 28 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદ ભારેથી અતિભારે નોંધાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ સેવાય રહી છે.
આ વરસાદ પાછળનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારતથી ગુજરાત તરફ ગતિ કરશે, આ સાઇક્લોનિંગ સર્ક્યુલેશન છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે તારીખ 26 આસપાસ સાઇક્લોનિંગ સર્ક્યુલેશન મધ્ય ભારત તરફ છવાયેલું રહેશે. ત્યારબાદ 27, 28 ઓગસ્ટના સાયક્લોનિંગ સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગો પર છવાયેલું રહેવાના કારણે વરસાદ સિસ્ટમમાં ફેરફાર થશે.
આ દિવસોમાં વરસાદી વાતાવરણમાં ફેરફારના કારણે પવનનું જોર પણ રહેશે. 35 થી 40 કિ.મીની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.