ઘરની બહાર ન નીકળતા, આજ રાત સુધીમાં ગુજરાતના આ 4 જિલ્લાઓમાં પડશે આફતનો વરસાદ, હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર…
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, સાથો સાથ કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. આજ રાત્રિ સુધીમાં આ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં તીવ્ર ચોમાસુ સક્રિય તથા હાલ તોફાની વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને લઇને હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમ જામનગર,દ્વારકા,વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.
25મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26મી જૂને પંચમહાલ, વડોદરા , છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
27 અને 28 જૂને વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 29 અને 30 જૂને રાજ્યના તમામ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી