ઘરની બહાર ન નીકળતા, 21, 22 અને 23 તારીખે ગુજરાતના આ જિલ્લાઓમાં તોફાની પવન સાથે મેઘરાજા મચાવશે તબાહી, હવામાન વિભાગની ટાંટીયા પોળા કરે એવી આગાહી…

રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ માટે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 21, 22 અને 23 તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

21 તારીખના રોજ ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

22 તારીખના રોજ છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અમુક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદયપુર,દાહોદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં છૂટાછવાડા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

23 તારીખના રોજ 16 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ નો સમાવેશ થાય છે. આ બધા વિસ્તારોમાં અમુક સ્થળો પર ભારતે અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *