નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે આટલા દિવસ ભારે વરસાદ પડવાની કરી મોટી આગાહી…
ગુજરાતમાં ફરી એકવાર બંગાળની ખાડીમાંથી એક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે. જેને કારણે આગામી પાંચ દિવસો તોફાની પવન સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક સાથે આ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ગુજરાતમાં સૌથી ભારે રહી શકે છે. આ આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખ જણાવીશું.
ગુજરાતમાં આજથી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેને લઈને અંબાલાલ પટેલે મોટી શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 5 થી 10 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન મોટું બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ સાથે અરબી સાગર માંથી પશ્ચિમ ભાગમાં ભારે ભેજવાળા પવનો ફુકાતા બંને સિસ્ટમો એક સાથે ગુજરાત ઉપર સક્રિય થવાથી તીવ્ર વરસાદી માહોલ સક્રિય થશે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ હવે હવામાન વિભાગની આગાહી પર ધ્યાન કરીએ તો ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થવાની આગાહી વ્યક્ત કરી છે. જેને કારણે પાંચ દિવસ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના તમામ વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સક્રિય થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાત દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે. સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.