આયોની પોઝિટિવ થતાં ચોમાસાની વિદાયમાં થશે વિલંબ, હવે આ નવી તારીખે ચોમાસુ લેશે વિદાય, અંબાલાલની છાતીના પાટીયા પડે એવી આગાહી…

દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની ઉપરના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ વિદાયની શરૂઆત કરી છે. પરંતુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાના મૂડમાં નથી તેવું દેખાઈ રહ્યું છે. અયોની પોઝિટિવ થતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને હજુ વિલંબ થશે તેવું અનુમાન લગાવ્યું છે. તેમણે ચોમાસાના વિદાયની આ નવી તારીખ જાહેર કરી છે.

સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં દર વર્ષે ચોમાસુ વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. વાતાવરણમાં આ વર્ષે ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જૂન અને જુલાઈ મહિના દરમિયાન ખૂબ જ વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનો અમુક ભાગોમાં સંપુર્ણ રીતે કોરો જોવા મળ્યો હતો.

ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં એક વરસાદનો સારો રાઉન્ડ આવ્યો. આ રાઉન્ડ બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે. જેને કારણે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાના મૂડમાં નથી તેવું દેખાઈ રહ્યું છે. અંબાલાલ પટેલની અગાઉ કરેલ આગાહી મુજબ 10 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી આગાહી વ્યક્ત કરી હતી.

પરંતુ ફરી એકવાર અંબાલાલ પટેલે આ તારીખમાં ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેને કારણે ચોમાસુ મોડું વિદાય લે તેવું દેખાઈ રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ટૂંકાગાળાના પાકોમાં મગફળીનું વાવેતર પૂર્ણ થયું છે. પાક પૂર્ણ પાકવાની તૈયારી પર છે. જો આ સમયે વરસાદ પડે તો મોટી માત્રામાં નુકસાની જતી હોય છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે 15 થી 20 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આમ જોવા જઈએ તો 10 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લેશે પરંતુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી. જેને કારણે 20 તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાય તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તો આ સાથે જ 17 થી 20 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડું પણ આવવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *