શું હવે ચોમાસું વિદાય લેશે? વરસાદ પડશે કે નહીં? શું દુકાળ પડશે? અંબાલાલ પટેલે કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી….
ગુજરાતમાં આ વર્ષે ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જોવા મળ્યો છે. આ વર્ષે ચોમાસાની પેટનમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. તેવી માહિતીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ પણ આપી હતી. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ સંપૂર્ણ રીતે વિરામ લીધો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચામડી ધજાડે તેવી ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ખેડૂત સહિત અનેક લોકોને એવું થઈ રહ્યું છે કે હવે શું વરસાદ પડશે કે નહીં? ચોમાસાએ વિદાય લઈ લીધી કે શું? આ સમગ્ર બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટો ખુલાસો કર્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે અલનીનોની અસરને કારણે આ વખતે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. ચોમાસાની શરૂઆતમાં પ્રથમ બે મહિના દરમિયાન વર્ષનો 90 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં વરસાદે લાંબો બ્રેક લીધો છે. પરંતુ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું કંઈ એંધાણ દેખાઈ રહ્યું નથી. જેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ખુદ મૂંઝવણમાં મુકાયા છે.
ઓગસ્ટ મહિનાનામાં ચોમાસુ ધરી દેશોના ઉપરી ભાગમાં જોવા મળી હતી. પરંતુ હવે સમગ્ર દેશમાં ચોમાસુ નિષ્ક્રિય જોવા મળ્યું છે. ભૂમધ્ય મહાસાગરમાં એક સાથે ચાર વાવાઝોડાઓ સક્રિય થતા અરબસાગર અને બંગાળની ખાડીનો તમામ ભેજ હિંદ મહાસાગરમાં ખેંચાયો છે. જેને કારણે હવે વરસાદનું કોકડું ગૂંચવાયું હોય તેવું લાગી રહ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદના થોડાક યોગ જોવા મળી રહ્યા છે. હજુ આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં ભાદરવા મહિનામાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ દિવસો દરમિયાન અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અને ત્યારબાદ ચોમાસું વિદાય લઈ શકે છે.
આ વર્ષે બે શ્રાવણ માસ હોવાને કારણે ચોમાસું વહેલું વિદાય લઇ શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ અંતિમ તબક્કામાં નબળું રહી શકે છે. પ્રથમ તબક્કામાં ચોમાસાએ ઘણો લાભ આપ્યો પરંતુ અંતિમ તબક્કામાં વરસાદ ખેંચાયેલો જોવા મળશે. જેને કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળશે. આ વર્ષે ચોમાસું દુકાળ જેવું રહી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે આગામી દિવસોમાં દુકાળ જેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક માઠા સમાચાર ગણી શકાય છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.