ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે કે વિરામ લેશે? કેવો વરસાદ? શું જળપ્રલય થશે? જુઓ અંબાલાલ પટેલે શું કરી આગાહી…

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ અત્યાર સુધીનો 85% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. ત્યારે અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર વધશે કે પછી વરાપ મળશે? કેવો વરસાદ પડશે? આ મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદી વાતાવરણ કેવુ રહેશે? તેને લઈને મોટી શક્યતા વ્યક્ત કરી છે. આ લેખમાં અમે તમને તેની વિગતવાર માહિતી જણાવીશું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણે એકાએક વધી જતા એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં હાલ એક વેલમાર્ક સિસ્ટમ સક્રિય થઈ છે. જે પશ્ચિમ ભારતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ વરસાવી શકે છે. આ વરસાદી સિસ્ટમને કારણે ઓગસ્ટ મહિનાની 9 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.

ઓગસ્ટ મહિનાના મધ્યમાં વરસાદની વાત કરીએ તો 15 ઓગસ્ટ થી 17 ઓગસ્ટની વચ્ચે ફરી એક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે આ દિવસો દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. ત્યારબાદ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પણ 23 થી 27 ઓગસ્ટની વચ્ચે ફરી એક વાર વરસાદનો નવો ઘાતક રાઉન્ડ આવી શકે છે. એકંદરે ઓગસ્ટ મહિનામાં આ વર્ષે ભરપૂર વરસાદ જોવા મળી શકે છે.

ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાને લઈને પણ આગોતરી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં વરાપ જોવા મળશે. અલનીનોની અસરને કારણે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ ઘટશે તો કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ રીતે વરસાદ વિરામ આપી શકે છે.

સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક તીવ્ર વાવાઝોડું સક્રિય થવાની મોટી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં મોટુ વાવાઝોડું ત્રાટકવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેને લઈને પણ મોટા એંધાણ આપ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં એકંદરે મધ્યમથી ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *