ભારત-પાકની મેચ ધોવાશે? નવરાત્રિમાં મેઘરાજા વાવાઝોડાં સાથે રમઝટ બોલાવશે, અંબાલાલની મોટી આગાહી, જાણી લો તારીખો સાથે ફટાફટ…
ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે. તો દેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય પણ લીધી છે. ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે પરંતુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે ભારત અને પાકિસ્તાનની હાઈ વૉલ્ટેજ મેચ અમદાવાદમાં રમવાની છે. જેને લઇને પણ અંબાલાલ પટેલે વરસાદ મેચ ધોઈ નાખે એવી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા સક્રિય થવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. હાલ ચીનના ઉત્તર દક્ષિણ ભાગમાં એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું 7 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં આવશે જેને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થશે. આ હલચલને કારણે 10 થી 12 ઓક્ટોબરની વચ્ચે ખૂંખાર વાવાઝોડાનું નિર્માણ થશે. જે નવરાત્રી ઉપર મોટી તબાહી મચાવી શકે છે.
અંબાલાલ પટેલની આ આગાહીથી નવરાત્રિ ખેલૈયા અને ક્રિકેટ રસીકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 16 થી 18 ઓક્ટોબરની વચ્ચે આ વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. જેને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની હાઈ વૉલ્ટેજ મેચ રમવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મેચ દરમિયાન વરસાદ વિલન બનશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને કારણે ક્રિકેટ રસીકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
અને ત્યારબાદ 15 ઓક્ટોબરથી ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિના પ્રથમ નોરતા દરમિયાન જ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેને કારણે ગરબા ખેલૈયાઓમાં અને નવરાત્રી આયોજકોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માહિતીને આગળ મોકલજો.