શું કંઈક મોટી નવાજૂની થશે? મે મહિનો ભારે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ એક સાથે કરી પૂઠા ફાડે એવી આગાહી….

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. જોકે, ગરમી તેના રેકોર્ડ તોડે તે પહેલા જ એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં દિવસમાં ત્રણ ડિગ્રી ઘટી ગુજરાતનું સરેરાશ તાપમાન 38 ડિગ્રી નોંધાય રહ્યું છે. સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધવામાં આવ્યું હતું.

આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા રહેલી છે. જોકે, બીજી તરફ અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવે તેવી શક્યતા છે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં 24 થી 27 તારીખ સુધી ગરમી વધશે ત્યાર બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી વ્યકત કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

તો બીજી બાજુ ગુજરાતમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી વ્યકત કરાઇ છે. અંબાલાલ પટેલની આગાહી (Forecast) મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *