આશ્લેષા નક્ષત્ર ઉતરતા થશે કંઈક મોટી નવાજૂની, મહા જળપ્રલય? આ ભાગોમાં પવન સાથે ભયંકર વરસાદની અંબાલાલ પટેલે કરી રુવાડાં ઊભા કરે એવી આગાહી…

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદનું જોર ધીમું પડયું છે. પરંતુ આશ્લેષા નક્ષત્રના અંતમાં ફરી એકવાર વરસાદ ભુક્કા બોલાવશે તેને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેની આગાહી મુજબ બંગાળની ખાડીમાં મોટા વમળો અને ભારે પવનને લીધે ખાડી વલોવાશે, આ સિસ્ટમના કારણે આશ્લેષા નક્ષત્રના અંતમાં કંઈક મોટી નવાજૂની થવાના પણ સંકેતો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે અગાઉ કરેલ આગાહી સાચી પડી છે. આશ્લેષા નક્ષત્રના અંતમાં તોફાની પવન સાથે વરસાદની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આશ્લેષા નક્ષત્રના અંતિમ દિવસોમાં મંગળ અને બુધ ગ્રહની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે કંઈક મોટી નવાજૂની થઈ શકે છે. ઓગસ્ટ મહિનાની મધ્યમાં 12 ઓગસ્ટથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક સાથે સક્રિય થશે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 ઓગસ્ટ થી 20 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. આ વહનને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં ભારે વધારો થઈ શકે છે. જેમાં ખાસ કરીને તાપી નદી, નર્મદા નદી અને સાબરમતી નદીના જળ સ્તરમાં મોટો વધારો થશે. ઉકાઈ ડેમ અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની મોટી સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનાની મધ્યમાં જ બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થશે. જેને કારણે તોફાની ભારે વરસાદનું મોટું વહન ગુજરાત ઉપર આવી રહ્યું છે. આશ્લેષા નક્ષત્રના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ ટ્રોપિકલ સ્ટ્રોંગ સક્રિય થશે. જેને કારણે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો હોય તેવી વિશિષ્ટ પરિસ્થિતિનું નિર્માણ થશે. જેથી ઓગસ્ટ મહિનાના મધ્યમાં કંઈક મોટી નવાજૂની થશે.

વધુમા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળ અને અરબ સાગર માંથી 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. આ ભારે વહનમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદનું આ ભારે વહન 22 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *