કયું નક્ષત્ર ક્યારે બેસે? ક્યુ વાહન? કેટલો વરસાદ? કેટલો વરાપ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી…
મઘા નક્ષત્ર :- સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ નિજ શ્રાવણ સુદ ગુરુવારને તારીખ 17/8/2023ના રોજ થશે. મઘા નક્ષત્ર દરમિયાન વાહન અશ્વ એટલે કે ઘોડાનું જોવા મળશે. ગુજરાતમાં મકાન નક્ષત્ર દરમિયાન સારા વરસાદના એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે મઘા નક્ષત્રમાં આભ ફાડી નાખે એવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
પૂર્વાફાલ્ગુની નક્ષત્ર :- સૂર્યનો આ વર્ષે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ નિજ શ્રાવણ સુદ-15 ગુરૂવારને તારીખ 31/8/2023ના રોજ થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન મયુરનું જોવા મળશે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં અંબાલાલ પટેલે 27 થી 30 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદનું એલાન કર્યું છે. આ સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પણ ભારે વરસાદના યોગ દેખાઈ રહ્યા છે.
ઉત્તરા ફાલ્ગુની :- સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ વદ-14 બુધવારને તારીખ 13/9/2023ના રોજ થશે. આ નક્ષત્રમાં વાહન હાથીનું રહેશે. હાથી વહન હોવાના કારણે અંબાલાલ પટેલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મધ્યમથી સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ નક્ષત્ર દરમ્યાન ભારે વરસાદ જોવા મળી શકે છે.
હસ્ત નક્ષત્ર :- સૂર્યનો હસતા નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા સુદ 13 બુધવાર તારીખ 27/9/2023 ના રોજ થશે. હસ્ત નક્ષત્ર દરમિયાન વાહન દેડકાનું જોવા મળશે. ખાસ કરીને હસ્ત નક્ષત્રમાં ટૂંકા ગાળાના પાકો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા હોય છે. પરંતુ અંબાલાલ પટેલે હસ્ત નક્ષત્રમાં આ વર્ષે વાવાઝોડા સાથે તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાતમાં આ નક્ષત્ર દરમિયાન પવનનું જોર વધારે રહી શકે છે.
ચિત્રા નક્ષત્ર :- સૂર્યનો ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા વદ 12 બુધવારને તારીખ 11/10/2023ના રોજ થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ઉંદરનું જોવા મળશે. અંબાલાલ પટેલે ચિત્રા નક્ષત્ર દરમ્યાન ગુજરાતમાં ચોમાસું જોર નબળું પડવાના એંધાણ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ફક્ત મધ્યમ વરસાદ જોવા મળશે.
સ્વાતિ નક્ષત્ર :- સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ આસો સુદ દશમ મંગળવારને તારીખ 24/10/2023ના રોજ થશે. આ વર્ષે સ્વાતિ નક્ષત્રમાં વહન અશ્વનું જોવા મળશે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે પરંતુ વરસાદનું જોર પણ આ નક્ષત્રમાં ભારે રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.