રક્ષાબંધન પહેલા ક્યાં/કેટલો વરસાદ પડશે? શું તહેવાર બગાડશે? અંબાલાલ પટેલે કરી આંખો ફાટી નાખે એવી આગાહી…

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ગયા વર્ષેની સાપેક્ષમાં આ વર્ષે ચોમાસુ કંઈક અલગ જ ચાલી રહ્યું છે. આ વર્ષે જૂન અને જુલાઈ માસમાં આપણે જોયું હતું કે વરસાદ સરેરાશ 85%થી વધારે પડી ચૂક્યો છે. હાલમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ઓછો વરસાદ પડ્યો છે પરંતુ અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

હાલમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનો 16 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી મુખ્ય શ્રાવણ માસની શરૂઆત થશે. આ ઉપરાંત મેઘા નક્ષત્રની પણ શરૂઆત થવાની છે. આ સાથે જ અનેક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો બાબતે પણ તેઓએ ઘણી જાણકારી આપી છે. તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદનું જોર નબળું છે પરંતુ ફરી એક વખત બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. તેઓના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ધીમું રહેશે પરંતુ ત્યારબાદ મઘા નક્ષત્ર બેસતાની સાથે જ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે.

બંગાળની ખાડીમાં ટ્રોપિકલ સ્ટ્રોમ થવાના કારણે 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. જેમાં જામનગર, ભાવનગર, અમરેલી અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી, નવસારી, સુરત અને ડાંગના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ત્યારબાદ 30 ઓગસ્ટ સુધી એટલે કે રક્ષાબંધન સુધી ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે માહિતી આપવામાં આવી છે. તેઓએ પણ રક્ષાબંધન પહેલા વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ ભાદરવા મહિનામાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં દરેક જિલ્લામાં જરૂરિયાત પૂરતો વરસાદ પડશે. આ માહિતીને વધુ શેર કરજો અને દરેક લોકો સુધી પહોંચાડજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *