કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં ક્યારે આવશે ? કેવો વરસાદ થશે? ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. કેરળમાં આજથી ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો આ સાથે જ હવામાન અંબાલાલ પટેલ દ્વારા પણ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ક્યારે અને કેવું થશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
કેરળમાં આ વર્ષે દર વર્ષની સાપેક્ષમાં 7 દિવસ મોડું ચોમાસુ શરૂ થયું છે. અંબાલાલ પટેલે ચોમાસુ મોડું થવાનું કારણ જણાવતાં કહ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાને કારણે ચોમાસાનો તમામ ભેજ અરબી સમુદ્રમાં ખેંચાઈ ગયો હતો જેને કારણે આ વર્ષે ચોમાસુ બેસવામાં વિલંબ જોવા મળ્યો છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ 15 થી 20 દિવસે ચોમાસું ગુજરાત પહોંચતું હોય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ક્યારે અને કેવું થશે તેને લઈને જણાવતા કહ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું આવી શકે છે. વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ચોમાસુ બેસવામાં વિલંબ થઈ શકે છે. કેરળમાં દર વર્ષે એક જૂને ચોમાસું આવતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસુ 7 દિવસ મોડું બેઠું છે જેને કારણે ગુજરાતમાં પણ ચોમાસું મોડું રહી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ 18 જૂનથી 25 જૂનની વચ્ચે આવી શકે છે. ગુજરાતમાં પ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. અને ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને ઉત્તર મધ્ય ગુજરાતમાં વિધિગત રીતે ચોમાસાની શરૂઆત જોવા મળશે. પરંતુ આ પહેલા અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને વરસાદના એક મોટા રાઉન્ડની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે ચોમાસા વિશે વાત કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ મધ્યમથી સારું રહી શકે છે. ચોમાસાના શરૂઆતના દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે પરંતુ મધ્ય અને અંતિમ ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાયરૂ ફૂંકાય શકે છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ 16 આની રહી શકે છે.