ગુજરાતમાં ચોમાસુ ક્યારે વિદાય લેશે? કયા વિસ્તારમાં કઈ તારીખે? દિવાલ ઉપર લખી લેજો, પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી…
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. અગાઉની આગાહી મુજબ રાજ્યમાં 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ અને અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે તેને લઈને સૌ કોઈના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ચોમાસાના વિદાયને લઈને તારીખો અને વિસ્તારો સાથે નવી નકોર આગાહી વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં સૌપ્રથમ ચોમાસાની શરૂઆત કેરળ માંથી થાય છે. તેવી જ રીતે રાજસ્થાન માંથી સૌપ્રથમ ચોમાસુ વિદાય લેતું હોય છે. આ જ રીતે ગુજરાતની વાત કરીએ તો સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી એટલે કે વલસાડ જિલ્લા માંથી થાય છે. અને ચોમાસાની વિદાય કચ્છ અને બનાસકાંઠાના કેટલાક ભાગો માંથી થાય છે.
પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે 25 તારીખથી રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ જ રીતે ગુજરાતમાં 27 અને 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાં બનાસકાંઠાના અમુક ભાગોમાંથી અને કચ્છના અમુક ભાગોમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે.
27 28 સપ્ટેમ્બરથી લઈને 9 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વિદાયની પ્રક્રિયા ચાલવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં 27 28 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ચોમાસાના વિદાયનો સમયગાળો રેહશે. પહેલા બનાસકાંઠા અને કચ્છના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.
ત્યારબાદ મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર થઈ લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે. ગુજરાતમાં ચોમાસાના વિદાયની આ પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલી શકે છે. તેવું અનુમાન પરેશ ગોસ્વામી દ્વારા લગાવવામાં આવ્યું છે. 10 થી 12 દિવસ સુધી ગુજરાતમાં આ પ્રક્રિયા ચાલી શકે છે. 9 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લેશે. આ તારીખ સુધી જે વરસાદ પડશે તેને નેઋત્યના ચોમાસાનો વરસાદ ગણવામાં આવશે. અને ત્યારબાદ પડતા વરસાદને માવઠાનો વરસાદ ગણવામાં આવશે. આ ઉપયોગી મહિને વધુમાં વધુ શેર કરજો.