ગુજરાતમાં ક્યારે ઘટશે વરસાદનું જોર, હવામાન વિભાગે કરી મોટી આગાહી…

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલ વરસાદને કારણે ખેડૂતો અને આમ જનતા હવે વરસાદના આરામની રાહ જોઈને બેઠી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદનું જોર રાજ્યમાં ક્યારે ઘટશે અને કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ લેખમાં અમે તેમની વિગતવાર માહીતી આપીશું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસે સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે મેઘમહેર જોવા મળશે, જ્યારે નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, વાપીમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જેના કારણે આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને 12 અને 11 જુલાઈની વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્ય વરસાદ જોવા મળશે. જ્યારે ભરૂચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 જુલાઈએ દાહોદ છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારીઝ તાપી, ભાવનગર અમરેલી સૌરાષ્ટ્ર, કચ્છ, નર્મદા, વાપી, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

14 જુલાઈ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. અને ત્યારબાદ 15 અને 16 તારીખો પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. જેને લઇને હવામાન વિભાગે મોટી આગાહી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *