ગુજરાત માંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? પરેશ ગોસ્વામીએ વરસાદના વિદાયની કરી મોટી આગાહી, લોખંડના પતરા ઉપર લખી લેજો આ તારીખ…

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. ચોમાસાની શરૂઆત દરમિયાન ગુજરાતમાં સતત બે મહિના ધમધોકાર વરસાદ પડ્યો પરંતુ શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી હતી. પરંતુ ફરી એકવાર ભાદરવાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં તીવ્ર વરસાદની માહોલ સક્રિય થયો છે. પરંતુ ત્યારે હવે ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? તેને લઈને સૌ કોઈના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અગાહિકાર પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદના વિદાયને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ભાદરવા મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડી માંથી આવેલ વેલમાર્ક સિસ્ટમે ગુજરાતને તરબોળ કર્યું હતું. આ સિસ્ટમનો રાઉન્ડ હવે પૂર્ણ થયો છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વરસાદની તીવ્રતા વધવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આ સાથે જ પરેશ ગોસ્વામી દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 27 થી 29 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે 27 તારીખથી શરૂ થતું વરસાદનું આ વહન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, બીલીમોરા, બારડોલી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીએ આ સાથે વરસાદની વિદાયની પણ આગાહી વ્યક્ત કરી છે તેના પર નજર કરીએ તો તેમને જણાવ્યું છે કે સૌપ્રથમ ગુજરાતમાંથી ઓક્ટોબર મહિનાની 2 તારીખે સાબરકાંઠા અને બનાસકાંઠા માંથી ચોમાસુ વિદાય લેશે અને ત્યારબાદ કચ્છમાંથી વિદાય લેશે. અને આઠ અને નવ ઓક્ટોબરની વચ્ચે સમગ્ર ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસું વિદાય લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર નજર કરી એ તો તેમણે પણ ઓક્ટોબર મહિનામાં વરસાદના વિદાયની આગાહી કરી છે પરંતુ ગુજરાત ઉપર બે વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડશે પરંતુ ત્યારબાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *