હવે ચોમાસું ક્યારે? રાજ્યના આ ભાગોમાં નદીઓમાં પૂર આવે તેવા અતિભારે વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાએ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તારાજી સર્જી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારબાદ હવે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડા બાદ ચોમાસાના મોટા રાઉન્ડની મોટી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ ચોમાસુ મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાના પુરેપુરા એંધાણ દેખાઈ રહ્યા છે. 18 તારીખથી મુંબઈમાં ચોમાસાનું આગમન થશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જોવા મળશે. ચોમાસાની શરૂઆત આ વર્ષે સારામાં સારી રહી શકે છે. જેને લઈને અંબાલાલ પટેલે મહત્વની સંભાવના વ્યક્ત કરી છે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વાવાઝોડાએ ઘણી ઉથલપાથલ કરી છે. જેને કારણે તેની સીધી અસર ચોમાસા પર પણ પડી શકે છે. ચોમાસાના શરૂઆતના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળશે. પરંતુ 23 જૂનથી 3 જુલાઈની વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શાનદાર શરૂઆત થઈ શકે છે.
વાવાઝોડાની અસર હજુ ગુજરાતમાં ત્રણ દિવસ જોવા મળી શકે છે. અને ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે અને ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિસ્તારોમાં 20 થી 25 જૂનની વચ્ચે સાર્વત્રિક વરસાદના મોટા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના સાર્વત્રિક રાઉન્ડને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહીસાગર, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.