વરસાદનો પાંચમો રાઉન્ડ ક્યારે? કેટલો વરસાદ? કેટલો વરાપ? અંબાલાલ પટેલે નવા રાઉન્ડની કરી જમીન ફાડી નાખે એવી આગાહી….

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં વરસાદનો ચોથા રાઉન્ડ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રીતે વિરામ લીધો છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. ત્યારે હવે વરસાદના પાંચમાં રાઉન્ડની ગુજરાતના ખેડૂતો વાટ જોઈને બેઠા છે. તેવામાં હવામાન નિષ્ણાત દ્વારા અંબાલાલ પટેલ દ્વારા વરસાદના પાંચમાં રાઉન્ડની મોટી આગાહી કરવામાં આવી છે. વરસાદના પાંચમાં રાઉન્ડમાં કેવો વરસાદ કેટલો વરાપ તેને લઈને મોટી આગાહી સામે આવી છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ તો કેટલાક વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બંગાળની ખાડી સંપૂર્ણ રીતે સક્રિય થશે. જેને કારણે 4 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો પાંચમો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી વરસાદે વિદાય લેતા હવે ખેડૂતો પિયત તરફ વળ્યા છે. પરંતુ હજુ ઘણા વિસ્તારોમાં પિયતની સગવડ નથી. જેને કારણે ચોમાસું વરસાદ પર નિર્ભર રહેવું પડતું હોય છે. આવા વિસ્તારોમાં વરસાદની સખત જરૂરીયાત છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે આ જરૂરિયાતમંદ ખેડૂતોને ચિંતા કરવાની ના પડી છે. અગામી દિવસોમાં વરસાદનો પાંચમો રાઉન્ડ ભૂક્કા બોલાવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં હજુ ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો 4થી 10 સપ્ટેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાંથી એક જોરદાર વરસાદનું વહન ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સારો વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. આજથી જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અંબાલાલની આગાહી મુજબ 4 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદના પાંચમાં રાઉન્ડમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, દ્વારકા, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, નર્મદા, વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક સારામાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *