હાથીયો નક્ષત્ર ક્યારે બેસે? કયું વહન? કેટલો વરસાદ? કેવું વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલએ કરી જમીન ફાડી નાખે એવી આગાહી…

ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ વરસાદનું જોર વધ્યું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે. પરંતુ હવે ત્યારબાદ હાથીઓ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન હશે? કેટલો વરસાદ? આ નક્ષત્ર દરમિયાન કેવું વાવાઝોડું આવશે? તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જમીન ફાડી નાખે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાથીયો એટલે કે હસ્ત નક્ષત્ર ભાદરવા સુદ 13 બુધવારને તારીખ 27/09/2023 ના રોજ બેસે છે, સૂર્યનો જ્યારે હાથીયા નક્ષત્રમાં પ્રવેશ થશે ત્યારે તેનું વાહન દેડકાંનું રેહશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં હાથીયા નક્ષત્રની શરૂઆત થતાંની સાથે જ વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એવું કહેવામાં આવે છે કે હાથીયા નક્ષત્રમાં ચોમાસું વિદાય લેતું હોય છે. ચોમાસાનું આ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે. આ નક્ષત્ર દરમિયાન પવન અને વાવાઝોડાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. આવી સ્થિતિમાં હવામાન અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ હાથિયા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં એક નહીં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આ નક્ષત્ર દરમિયાન ખૂબ જ સક્રિય થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં 27 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બરની વચ્ચે મોટી હલચલ જોવા મળશે અને એક તીવ્ર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું વહન આવશે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. એકંદરે આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. સાથે વાવાઝોડું પણ ગુજરાતમાં તબાહી મચાવી શકે છે.

હાથિયા નક્ષત્ર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરથી જ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હાથીયા નક્ષત્રના શરૂઆતમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *