સ્વાતિ નક્ષત્ર ક્યારે બેસે? ક્યુ વાહન? વાવાઝોડુ ક્યાં ટકરાશે? કેવી તબાહી મચાવશે? અંબાલાલ પટેલની માથું ફાડે એવી આગાહી…
ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. તો બીજી તરફ વર્ષા વિજ્ઞાન અનુસાર હવે ચોમાસાની ઋતુનું છેલ્લું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર બાકી રહ્યું છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ સ્વાતિ નક્ષત્રમાં ગુજરાત ઉપર તબાહી મચાવી શકે છે. આ લેખના માધ્યમથી સ્વાતિ નક્ષત્ર ક્યારે બેસે? ક્યુ વાહન? વાવાઝોડું ક્યાં ટકરાશે? કેવી તબાહી મચાવશે? તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને જણાવીશું.
તમને જણાવી દઈએ કે સ્વાતિ નક્ષત્ર અસો સુદ 10 તારીખ 24/10/2023 ને મંગળવારે થશે, સૂર્યનો જ્યારે સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ થશે ત્યારે તેનું વાહન અશ્વ એટલે કે ઘોડાનું રેહશે. સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્ર દરમિયાન વાવાઝોડા અને પવનની ગતિનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. આ વર્ષે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તીવ્ર રીતે સક્રિય જોવા મળી છે. આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ગઈકાલે એક લો પ્રેશર સિસ્ટમ બની છે. આ સિસ્ટમ આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ આ ડિપ્રેશન ડિપ ડીપ્રેશનમાં ફેરવાઇને ઘાતક વાવાઝોડું સક્રિય થશે. વાવાઝોડાનું નિર્માણ થયા બાદ તેનો માર્ગ અને કેવું ખતરનાક છે તેનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવશે.
પરંતુ અંબાલાલ પટેલ દ્વારા પહેલેથી જ આ વાવાઝોડું 2018 ની સાલમાં આવેલ વાવાઝોડાની યાદ અપાવે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો તેનું તેજ નામ આપવામાં આવશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વાવાઝોડું ઓમાન અને ગુજરાત તરફ ગતિ કરી શકે છે. ગુજરાત ઉપર આ વાવાઝોડાની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.
વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આ સાઇક્લોનિક સિસ્ટમના કારણે આગામી 72 કલાકમાં જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર શરૂ થઈ શકે છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, વેરાવળ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની મોજા અને કરંટ જોવા મળશે. તમને જણાવી દઈએ કે વેરાવળથી આ સિસ્ટમ 998 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ખૂબ જ ઘાતક રહી શકે છે.