સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ક્યારે ? કયું વાહન હશે? કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
મૃગ શીર્ષ નક્ષત્ર પૂર્ણ થવા આવ્યું છે. હવે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આદ્રા નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન હશે? આ નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે તેને લઈને મહત્વની અને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતી તમામ ખેડૂતો સુધી પહોચાડવા શેર જરૂર કરજો.
લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે મૃગ શીર્ષ નક્ષત્રમાં આ વર્ષે વરસાદ પડ્યો છે જેને કારણે આદ્રા નક્ષત્રમાં પણ સાર્વત્રિક અને ભરપૂર વરસાદ પડી શકે છે. આદ્રા નક્ષત્રમાં વરસાદને લઈને કોલા વેધર વેબસાઈટ દ્વારા પણ પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. આ વર્ષે આદરા નક્ષત્ર દરમિયાન સૌથી વધારે આફતનો વરસાદ પડશે. ચાલો જાણીએ અંબાલાલ પટેલે આદરા નક્ષત્રને લઈને શું કરી આગાહી.
મોટાભાગે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રમાં થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ વહેલું બેસી ગયું છે ઘણા વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે. સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોટાભાગે 21 જૂન થતો હોય છે પરંતુ આ વર્ષે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ 20 જૂનના રોજ ગુરુવારે સાંજે 5:00 વાગ્યે 49 મિનિટે થશે. આ વર્ષે આદ્રા નક્ષત્રનું વાહન ઘેટાનું રહેશે.
એક કહેવત અનુસાર કહેવાય છે કે વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા એટલે કે જો આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આખા ચોમાસા દરમિયાન સારો વરસાદ પડતો હોય છે. અંબાલાલ પટેલે આદ્રા નક્ષત્રના વરસાદને લઈને પણ મોટી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે આદ્રા નક્ષત્રના શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડીમાં હળવું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યના આ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની અનુસાર રાજ્યમાં 20 થી 30 જૂનની વચ્ચે બંગાળની ખાડીમાં સક્રિય થતા દબાણને કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા, સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આદ્રા નક્ષત્રમાં રાજ્યમાં સારા વરસાદના યોગ દેખાઈ રહ્યા છે.