પુષ્ય નક્ષત્ર ક્યારે બેસે? ક્યુ વાહન? કેટલો વરસાદ? શું વાવાઝોડું આવશે?અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી…
છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થયા બાદ સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે. આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં કેવો વરસાદ પડશે? સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ ક્યારે? ક્યું વાહન હશે? શું વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલ દ્વારા મોટી ભયાનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને આ આગાહી વિશે વિગતવાર માહિતી જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
તમને જણાવી દઈએ કે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 19/7/2023ના રોજ શુક્રવારે 11 વાગેને 57 મીનીટે થશે. આ વર્ષે સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારે તેનું વાહન મોરનું રહેશે. પુનર્વસુ નક્ષત્રના અંતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પુનર્વસુ નક્ષત્ર પુષ્ય નક્ષત્રને ભારે વરસાદનું કાંડુ સોંપી શકે છે.
પુનર્વસુ નક્ષત્રમાં આ વર્ષે ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડ્યો છે. જેને કારણે વર્ષા વિજ્ઞાનના આધારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જો પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ પડશે. તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આ વર્ષે બંગાળની ખાડીમાં પુષ્ય નક્ષત્રના શરૂઆતમાં એક તીવ્ર સાયકલોનીક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જે આ નક્ષત્રની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં વરસાદનો મોટો એક રાઉન્ડ લઈને આવી શકે છે.
આ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ દિવસો દરમિયાન પવનનું જોર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે રહી શકે છે. પુષ્ય નક્ષત્રના શરૂઆતના દિવસોમાં પણ આ વર્ષે ભારે પવન સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર પુષ્ય નક્ષત્રમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 20 ઇંચ થી વધુ વરસાદ પણ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં 10 અને 8 ઇંચથી વધુ વરસાદ પડશે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતની જોવા દોરી સમાન નર્મદા નદી બે કાંઠે વહી શકે છે. તો સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લો થવાની મોટી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.