મૃગશીર્ષ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન? કેવો વરસાદ? આ નક્ષત્રમાં આવશે તોફાની વાવાઝોડું, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી….
રોહિણી નક્ષત્ર બાદ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મૃગ શીર્ષ નક્ષત્રને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ લેખમાં અમે તમને આ નક્ષત્ર ક્યારે બેસે? કેટલો વરસાદ થશે? કયું વાહન હશે? આ નક્ષત્રમાં વાવાઝોડું આવશે કે નહીં? તેને લઈને તમામ માહિતી વિગતવાર જણાવીશું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર બાદ હવે મૃગ શીર્ષ નક્ષત્ર પરથી આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 8/6/2025 ના રોજ રવિવારે થશે. તમને જણાવી દઈએ કે જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે તેમનું વાહન શિયાળનું છે. અંબાલાલ પટેલે આ નક્ષત્રમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મૃગ શીર્ષ નક્ષત્ર બેતાની સાથે જ તારીખ 8 અને 10 જૂનથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે આંચકાનો પવન શરૂ થશે. અરબી સમુદ્રમાં આ દિવસોમાં મોટી હલચલ જોવા મળશે અને એક મોટું ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવવા જઈ રહ્યું છે. આ ચક્રવાત ગુજરાત ઉપર ભારે તબાહી મચાવી શકે છે. જેને કારણે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મૃગશિર્ષ નક્ષત્ર વિશે જણાવ્યું છે કે જો આ નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે ચોમાસુ સારામાં સારું રહેતું હોય છે. આ વર્ષે પણ આ નક્ષત્રમાં સારા વરસાદના યોગ મળી રહ્યા છે. જેના કારણે આવતું ચોમાસું સારામાં સારું બેસી શકે છે. ખેડૂતો માટે આ એક ખુશીના અને સારા સમાચાર ગણી શકાય છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પાંચ જૂનથી અરબી સમુદ્રમાં ભારે હવાનું દબાણ ઉત્પન્ન થશે. જે આઠ અને નવ તારીખે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવા જઈ રહ્યા છે જેને કારણે આગામી દિવસોમાં ગુજરાત વાસીઓને સાવધાન રહેવાની પણ સૂચના આપી છે.