મઘા નક્ષત્ર ક્યારે બેસે? કઈ તારીખ? ક્યું વાહન? કેટલો વરસાદ? અંબાલાલ પટેલે કરી નવી મોટી આગાહી…
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે. જુલાઈ મહિનામાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યું છે. હજુ પણ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં ભારે વરસાદને લઈને તાજેતરમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે મઘા નક્ષત્ર ક્યારે બેસે? કઈ તારીખ? ક્યું વાહન? અને કેટલો વરસાદ પડશે? તેને લઈને પણ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 17/8/2023ના રોજ ગુરુવારે બપોરે 1:00 વાગેને 33 મિનિટે થશે. મઘા નક્ષત્ર દરમિયાન વાહન ઘોડાનું રહશે. વર્ષની શરૂઆત થઈ ત્યારે જ અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મોટા અનુમાનો વ્યક્ત કર્યા હતા. તે મુજબ ઘણા અનુમાનો સાચા ઠર્યા છે. આગામી દિવસોમાં ચોમાસું હજુ આકરૂ બની શકે છે. આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
ગુજરાતમાં ચોમાસાના શરૂઆતથી જ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગુજરાતમાં સોયાબીન અને કપાસના વાવેતરને મોટી માત્રામાં નુકસાની જોવા મળી છે. ગુજરાતમાં લોકો અને ખેડૂતો હવે વરસાદ આપે તેને રાહ જોઈને બેઠા છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક પછી એક મોટી આગાહીઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મઘા નક્ષત્રમાં આ વર્ષે ભારેથી અતિભારે વરસાદને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.
એવું કહેવામાં આવે છે કે જો મઘા નક્ષત્રમાં વરસાદ આવે તો ઘાસચારાનું ઉત્પાદન વધારે થતું હોય છે. તો વાવેતર પાકમાં નિંદામણનું પ્રમાણ પણ વધી શકે છે. અંબાલાલ પટેલે 17 થી 20 ઓગસ્ટની વચ્ચે એટલે કે મઘા નક્ષત્રમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી મોટી સિસ્ટમો ઉત્પન્ન થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ મઘા નક્ષત્રમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ અને તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમ ઓવરફ્લો થશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી શકે છે. મઘા નક્ષત્રમાં આ વર્ષે ગુજરાતની ધરા પાણી-પાણી થઈ શકે છે. અંબાલાલ પટેલે મઘા નક્ષત્રને લઈને આ મોટી આકરી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને દરેક ખેડૂત સુધી પહોચાડવા શેર કરો.